કાળના પ્રવાહમાં કદી ન કરમાય તેવી

 

અક્ષત

 

 આત્માને અલંકૃત કરનારી પ્રેરણાદાયી રચનાઓ

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITAMAHABHARAT | RAMAYAN | SARAL GITA | UPANISHAD | MORE >>

 

દીપક ને પતંગિયું

   
< BACK

અક્ષત

NEXT >
 

દીપકે પતંગિયાને કહ્યું :

અરે પતંગિયા ! આખી અવનીને હું પ્રકાશ પૂરો પાડું છું.

મારા પ્રતાપની તને ખબર નથી શું ?

જરા સંભાળીને ચાલ, નહિ તો હમણાં જલી જઈશ.

 

પતંગિયાએ પ્રત્યુત્તરમાં જણાવ્યું :

તારો પ્રકાશ પ્રખર છે તેની મને માહિતી છે.

પરંતુ એથી શું ?

એનું આટલું બધું અભિમાન શા માટે ?

તું પ્રકાશ પૂરો પાડે છે તેમ બીજાના જીવનને જલાવે પણ છે,

તેની હું જગતને જાણ કરી દઈશ.

 

અને પતંગિયું દીપકની દિશામાં દોડી ગયું.

શ્રી યોગેશ્વરજી

-------

(શ્રી યોગેશ્વરજી રચિત 'અક્ષત' માંથી )

 

 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer