કાળના પ્રવાહમાં કદી ન કરમાય તેવી

 

અક્ષત

 

 આત્માને અલંકૃત કરનારી પ્રેરણાદાયી રચનાઓ

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITAMAHABHARAT | RAMAYAN | SARAL GITA | UPANISHAD | MORE >>

 

શરદઋતુનું સ્વાગત હો !

   
< BACK

અક્ષત

NEXT >
 

સ્વર્ગમાંથી ઉતરનારી અલૌકિક અપ્સરા જેવી

શરદઋતુનું સ્વાગત હો !

સરિતાઓને એ નિર્મળ કરીને તથા નવા નેહે ભરીને,

પોતાના પ્રિયતમ પ્રતિ વહાલપૂર્વક વહેતી કરે છે :

એમને વિષાદનાં વાદળ વિનાનું વિશદ,

અવનીને માટેના અપાર અનુરાગથી અલંકૃત કરે છે :

ચંદ્ર તથા સાગરને સ્નેહસંગીતની નવી સુરાવલિ ધરે છે :

કમળને કાંતિ, ભ્રમરપંક્તિને ભ્રાંતિ તથા

એમના હૃદય પર રાસ રમાડીને શાંતિ ધરે છે :

ફૂલોમાં ફોરમ ફેલાવીને મધમાખીને મધસંચય માટે ઉદ્યત કરે છે :

સારસપક્ષીમાં સ્નેહનું સામ્રાજ્ય શરૂ કરી,

સવિતાના શાંત તટપ્રદેશ પર રંગાયેલી રમતો રમાડે છે :

ભાવથી ભરેલાં દંપતીને ભાવતાં ભોજન જમાડે છે; વળી પાછાં ક્ષુધાતુર કરે છે :

હિમાલયના ઠંડા પવનની અસરથી આખી અવનીને ઠંડી કરે છે;

યોગીઓને યોગસાધનાની સિદ્ધિ, તથા ભોગીઓને ભોગ ધરે છે :

સંયોગી એના આગમનને આશીર્વાદ ગણે છે;

વિયોગીને માટે જે વિષાદનું કારણ, વ્યથા, વિષ બને છે :

જે રસ ધરે છે, આનંદ આપે છે, પુરુષાર્થમાં પ્રેરિત કરે છે, જડતા કે ક્લેશ કાપે છે;

મોટામોટા મુનિ, કામી કે મહારથીનાં પણ મનોબળ માપે છે :

એ શરદઋતુનું સ્વાગત હો !

સ્વર્ગલોકમાંથી ઉતરનારી, અલૌકિક અભિસારિકા, અપ્સરા જેવી

શરદઋતુનું સ્વાગત હો !

શ્રી યોગેશ્વરજી

-------

(શ્રી યોગેશ્વરજી રચિત 'અક્ષત' માંથી )

 

 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer