કાળના પ્રવાહમાં કદી ન કરમાય તેવી

 

અક્ષત

 

 આત્માને અલંકૃત કરનારી પ્રેરણાદાયી રચનાઓ

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITAMAHABHARAT | RAMAYAN | SARAL GITA | UPANISHAD | MORE >>

 

કેમ માનું ?

   
< BACK

અક્ષત

NEXT >
 

મારા તમારી સાથેના સ્નેહસંબંધને તથા તમારા સાક્ષાત્કારને

એ લોકો વહેમમાં ખપાવે છે,

પરંતુ એમને ખબર નથી કે એ વહેમ નથી, વાસ્તવિકતા છે.

તમારા અનુગ્રહને પરિણામે પ્રાપ્ત મારી અનુભૂતિઓને

એ લોકો મિથ્યા માને છે.

પરંતુ એમને ખબર નથી કે એ મિથ્યા નથી, સંપૂર્ણ સત્ય છે.

સમસ્ત જીવનને એમણે એશઆરામમાં ગાળ્યું છે; હજુ પણ ગાળી રહ્યા છે;

કેટલાય કુકર્મો કરીને કીર્તિવાળા થયા છે, ધનવાન બન્યા છે,

સમૃદ્ધિના શિખર પર પહોંચ્યા છે;

અને મેં મારું સમસ્ત જીવન તમારા અનુગ્રહની આહુતિરૂપ બનાવીને

એકાંતિક આરાધનામાં પસાર કર્યું છે;

હવે એ લોકો મારા તરફ મોં મચકોડીને કહે છે,

આ તો વહેમ છે, વહેમને પોષણ છે !

પરંતુ એમની એવી આધાર વિનાની વાતને કેમ માનું ?

જેમની સાથે એમને સ્વપ્ને પણ સંબંધ નથી,

જેમને માટે એમણે કદી પણ પુરુષાર્થ નથી કર્યો,

એવા અનુભૂતિના વિષયો પરના એમના અભિપ્રાયને,

અભિપ્રાય આપવાના એમના અધિકારને કેમ માનું ?

શ્રી યોગેશ્વરજી

-------

(શ્રી યોગેશ્વરજી રચિત 'અક્ષત' માંથી )

 

 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer