કાળના પ્રવાહમાં કદી ન કરમાય તેવી

 

અક્ષત

 

 આત્માને અલંકૃત કરનારી પ્રેરણાદાયી રચનાઓ

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITAMAHABHARAT | RAMAYAN | SARAL GITA | UPANISHAD | MORE >>

 

મૂલાધારનો વિચાર કર

   
< BACK

અક્ષત

NEXT >
 

સંસારની સુંદરતા, સુમધુરતા, તને મુગ્ધ ને મોહિત કરે છે ?

એ તને રસ ધરે છે, એના અનંત આકર્ષણમાં અટવાઈને તું કેદ બને છે ?

એને સંસારનું સર્વસ્વ ગણે છે ?

પરંતુ....મારે તને એ જ કહેવાનું છે કે,

કિરણમાં મોહિત થવાને બદલે એ કિરણ જેનું છે તેનો વિચાર કર.

કિરણ આટલું બધું સુંદર, સુમધુર, સ્વાદુ, આકર્ષક છે

તો જેણે એને પેદા કર્યું છે તેની સુંદરતા, સુમધુરતા, આકર્ષકતા કેટલી બધી હશે ?

પોતાના અખૂટ સૌન્દર્યભંડારમાંથી એકાદ ચપટી ભરીને એણે વેરી છે,

એના પરિણામરૂપે સૃષ્ટિમાં સૌન્દર્યમયી સુમધુર વસ્તુઓની ઉત્પત્તિ થઈ છે.

એ મૂલાધારનો વિચાર કર. એમાં કેદ બન.

મારા મન, એથી મુગ્ધ ને મોહિત થા.

હે હૃદય, એને અર્પણ થા. એને માટે જ આસન કર.

હે પ્રાણ, એને માટે પ્રેમમય બન, ફકીરી ધારણ કર. પાગલ બન.

તારી પીડા ટળી જશે, ચિંતા મટી જશે, તારી તૃપ્તિનો પાર નહિ રહે.

હે અંતરાત્મા, એ પરમ આત્મતત્વનો અનુભવ કર.

એના શતદલ કમળનો ભ્રમર બન.

શ્રી યોગેશ્વરજી

-------

(શ્રી યોગેશ્વરજી રચિત 'અક્ષત' માંથી )

 

 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer