કાળના પ્રવાહમાં કદી ન કરમાય તેવી

 

અક્ષત

 

 આત્માને અલંકૃત કરનારી પ્રેરણાદાયી રચનાઓ

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITAMAHABHARAT | RAMAYAN | SARAL GITA | UPANISHAD | MORE >>

 

હરખ અને શોક

   
< BACK

અક્ષત

NEXT >
 

શરદઋતુની સવારે પર્વતની પંક્તિ પાછળથી

લાંબે વખતે સૂર્યનાં કિરણ નીકળતાં શિશુએ સંતોષ સાથે કહ્યું :

આજે કેવો સરસ તડકો નીકળ્યો છે ?

ઈચ્છાનુસાર ફરવાની ઘણી મજા પડશે.

 

બાજુમાં બેઠેલી માતાએ મુખને મ્લાન કરીને કહેવા માંડ્યું :

તડકો નીકળ્યો છે પણ તે તો સ્વલ્પ સમય પૂરતો જ છે.

આકાશમાં ધુમ્મસના વાદળ છવાયાં છે.

હમણાં બધે ફરી વળશે અને તાપને ઢાંકી દેશે.

 

આગળ પર જે થવાનું હોય તે ભલે થાય.

અત્યારે તો તડકો નીકળ્યો છે.

એનો આનંદ લૂંટી લઈએ. પછી જોયું જશે.

અને એ તડકામાં તપવા બહાર નીકળી પડ્યો.

શ્રી યોગેશ્વરજી

-------

(શ્રી યોગેશ્વરજી રચિત 'અક્ષત' માંથી )

 

 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer