કાળના પ્રવાહમાં કદી ન કરમાય તેવી

 

અક્ષત

 

 આત્માને અલંકૃત કરનારી પ્રેરણાદાયી રચનાઓ

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITAMAHABHARAT | RAMAYAN | SARAL GITA | UPANISHAD | MORE >>

 

આંખ ઊઘડી ગઈ

   
< BACK

અક્ષત

NEXT >
 

માતાના મધુમય મંદિરમાં દ્રવિત દર્શન કરતા પ્રેમીએ પ્રાર્થના કરતાં કહ્યું :

મા, મને દર્શન દો. મારા પર કૃપા કરો.

તમારું રસમય રઢિયાળું રૂપ જોવાની મારી કામના છે.

માતા મૂક રહી.

પરંતુ સવારે સ્વપ્નમાં ભિખારણના રૂપમાં પ્રકટ થઈને કહેવા માંડી :

મંદિરના દરવાજાથી થોડેક દૂર ચીંથરેહાલ હાલતમાં હું જ બેઠી હતી.

મને જોઈને તેં મોં મચકોડ્યું.

તારી માતાના મંગલ રૂપમાં પણ હું જ પ્રકટ થઈ છું.

છતાં તું મારી અવારનવાર અવજ્ઞા કરે છે.

હું તો હાજર જ છું. પરંતુ તું મને ઓળખે છે ક્યાં ?’

પ્રેમીની આંખ ઊઘડી ગઈ.

શ્રી યોગેશ્વરજી

-------

(શ્રી યોગેશ્વરજી રચિત 'અક્ષત' માંથી )

 

 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer