કાળના પ્રવાહમાં કદી ન કરમાય તેવી

 

અક્ષત

 

 આત્માને અલંકૃત કરનારી પ્રેરણાદાયી રચનાઓ

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITAMAHABHARAT | RAMAYAN | SARAL GITA | UPANISHAD | MORE >>

 

નવી દૃષ્ટિ

   
< BACK

અક્ષત

NEXT >
 

મા, માતૃભૂમિ અને મહીમંડળના મંગલમય રૂપમાં તમે જ છો:

તમારી જ એમાં અભિવ્યક્તિ છે :

એવી અપરોક્ષાનુભૂતિથી બધીયે ભ્રાંતિ ભાંગી ગઈ,

મારી બધીયે ભ્રાંતિ ભાંગી ગઈ.

 

પહેલાં હું મંદિરમાં પ્રવેશ કરતો, તીર્થોમાં ફરતો રહેતો :

તમારી ઝાંખીને માટે રડતો કે વ્યથિત બનતો :

પત્રે પત્રે, પુષ્પે પુષ્પે, ને વિટપે વિટપે ફરી વળતો :

પરંતુ એ ધન્ય દિવસે તમારી મંગલમૂર્તિ મને મળી ગઈ,

અને ખાતરી થઈ કે

મહીમંડળમાં જે મધુ છે તે તમારા જ મુખમાંથી ઢોળાયેલું છે,

જે સુખ છે તે તમારી જ પ્રતિછાયાના પરિણામરૂપ છે;

રસ, શાંતિ અથવા આનંદ છે તે તમારા જ અક્ષય અબ્ધિના આલાસરૂપ છે.

ત્યારથી મને નવી દૃષ્ટિ લાધી ગઈ, મારામાં નવી ચેતના જાગી ગઈ.

 

મા, માતૃભૂમિ અને મહીમંડળના મંગલમય રૂપમાં તમે જ છો:

તમારી એમાં અભિવ્યક્તિ છે:

એવી અપરોક્ષાનુભૂતિથી બધીયે ભ્રાંતિ ભાંગી ગઈ,

મારી બધીયે ભ્રાંતિ ભાંગી ગઈ.

શ્રી યોગેશ્વરજી

-------

(શ્રી યોગેશ્વરજી રચિત 'અક્ષત' માંથી )

 

 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer