કાળના પ્રવાહમાં કદી ન કરમાય તેવી

 

અક્ષત

 

 આત્માને અલંકૃત કરનારી પ્રેરણાદાયી રચનાઓ

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITAMAHABHARAT | RAMAYAN | SARAL GITA | UPANISHAD | MORE >>

 

માનવતા

   
< BACK

અક્ષત

NEXT >
 

અમાસની અંધારી રાતે

પાલવની પાછળના પ્રદીપના પ્રકાશમાં એ આવી

અને મારા મંદિરમાં ઊભી રહી.

એના મુખ પર પ્રસ્વેદ હતો.

શરીર ખૂબ જ સુંદર, તેજોમય છતાં કૃશ હતું.

એણે જણાવ્યું, મારે એક કામ માટે આવવું પડ્યું છે.

કયું કામ? મેં સસ્મિત પૂછ્યું.

આ બહારનો અંધકાર જોયો ?’

મારા જીવનમાં એવી રીતે અંધકાર ફેલાતો જાય છે.

પરંતુ તારા જીવનમાં પ્રકાશ પથરાય છે. પૂર્ણતાનું પ્રભાત પ્રગટવાની તૈયારી છે

હું તમારી શી સેવા કરું ?’

એની આંખમાં અશ્રુ આવી ગયાં.

એ બોલી:

પૂર્ણતાના રાજ્યમાં મારે રઝળવું પડે છે;

ક્ષુધા તથા પિપાસાથી મરવું રહે છે. એથી જ હું શોકિત છું.

અહીં આવશો ?’

મેં પ્રેમથી પૂછ્યું.

એના મોઢે શરમના શેરડા ફરી વળ્યા.

એણે તરત કહ્યું: હા.

તારા પ્રેમના પુરસ્કારરૂપે દીપકનું દાન કરતી જાઉં છું. મારું નામ માનવતા.

અને એ મારા હૃદયમાં પ્રવેશી ગઈ.

શ્રી યોગેશ્વરજી

-------

(શ્રી યોગેશ્વરજી રચિત 'અક્ષત' માંથી )

 

 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer