કાળના પ્રવાહમાં કદી ન કરમાય તેવી

 

અક્ષત

 

 આત્માને અલંકૃત કરનારી પ્રેરણાદાયી રચનાઓ

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITAMAHABHARAT | RAMAYAN | SARAL GITA | UPANISHAD | MORE >>

 

લોકોપવાદ

   
< BACK

અક્ષત

NEXT >
 

લોકોપવાદ !

લોકોપવાદનો લેશ પણ ભય મને લાગતો નથી લાગતો.

અને તને પણ શા માટે લાગે છે ?

લોકાનું સાંભળીને જે અપનાવવા લાયક લાગે તે અપનાવી શકે છે,

કરવા લાયક લાગે તે કરી શકે છે;

પરંતુ લોકાપવાદ તો તારે માટે હાઉ બનીને બેસી જતો હોય,

તને કાયમને કાજે કે કોઈયે પ્રકારના કારણ વિના ભયભીત કરતો હોય,

નાહિંમત કે નાસીપાસ બનાવતો હોય,

એવી રીતે તારા આત્માના ઓજસનો અંત આણતો હોય,

તો ખોટું છે : તારામાં ખામી છે.

એવી આદત તારે માટે આશીર્વાદરૂપ નહિ થઈ શકે.

સાચા લોકાપવાદનો એક સજ્જનની પેઠે સદા સ્વીકાર કર, તેને લક્ષ્યમાં લે,

પરંતુ મિથ્યા લોકાપવાદની સામે એવો વજ્ર જેવો બન કે,

એ તને હલાવી, ચલાવી કે ડરાવી શકે જ નહિ.

ત્યારે જ તું જીવનના શ્રેયનો સાચો સાધક થઈ શકશે;

બીજાનો હિતેચ્છુ સેવક પણ ત્યારે જ બની શકશે.

શ્રી યોગેશ્વરજી

-------

(શ્રી યોગેશ્વરજી રચિત 'અક્ષત' માંથી )

 

 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer