કાળના પ્રવાહમાં કદી ન કરમાય તેવી

 

અક્ષત

 

 આત્માને અલંકૃત કરનારી પ્રેરણાદાયી રચનાઓ

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITAMAHABHARAT | RAMAYAN | SARAL GITA | UPANISHAD | MORE >>

 

એકતાનું રહસ્ય

   
< BACK

અક્ષત

NEXT >
 

વાણી અને મનની આ કેવી અનેરી એકતા છે !

વાણી મારા મનમાં છે, મનમાંથી પ્રગટ થાય છે.

ઊભયની વચ્ચે અભેદ છે.

મનનું વાણીમાં વહન થાય છે.

વાણી અને મનની આ કેવી અનેરી એકતા છે !

એ એકતાની સમાપ્તિ એટલેથી જ નથી થતી :

આચારમાં પણ એનો આવિર્ભાવ છે.

મારું મન જે મનન કરી ચૂક્યું છે તે જ વાણીમાં પ્રકટ થાય છે.

આચારમાં પણ તેનો જ અનુવાદ થાય છે.

એનું કારણ શું છે તે જાણો છો ?

આત્માની સાથેની એકરૂપતા.

આત્માની સાથે એકરૂપ થવાથી,

આત્માનુભવ થવાથી જ, આવી ત્રિવિધ એકતા થઈ શકી છે.

મન, વાણી અને કર્મનો બાહ્ય ભંડાર

એના મૂળ આત્મામાંથી જ આવિર્ભાવ પામે છે.

એ જ એકતાનું રહસ્ય છે.

શ્રી યોગેશ્વરજી

-------

(શ્રી યોગેશ્વરજી રચિત 'અક્ષત' માંથી )

 

 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer