અંતરના અંતરતમમાં પ્રસ્ફુટિત મંજુલ રવ

 

 

અનંત સૂર

 

 આત્માને અલંકૃત કરનારી પ્રેરણાદાયી રચનાઓ

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITAMAHABHARAT | RAMAYAN | SARAL GITA | UPANISHAD | MORE >>

 

મારી કવિતા

     
   
< BACK

અનંત સૂર

NEXT >
 

શરદઋતુના સુભગ સ્વચ્છ ગગન જેવી છે મારી કવિતા. એનું અંતર એકદમ અલૌકિક ને ઉઘાડું છે. ચારુ ચાંદનીની જેમ આત્માને આરામ ને આનંદ, શાંતિ ને સંજીવન આપનારું એનું અમૃત છે.

 

       વર્ષાઋતુનાં વાવાઝોડાં ને તોફાન, ગગનના ગેબી ગગડાટ ને ચંચળ ચપલાના ચિત્તાકર્ષક ચમકાર મારી કવિતાને સદાને સારુ છોડી ગયા છે. એનું અંતર અત્યંત આહલાદક ને કોમળ અને સંગીત શાંત ને સુમધુર  છે.

 

       સોનેરી શણગારોને એણે છોડી દીધા છે, ને અર્થ ને છંદની ભુલભુલામણીમાંથી એ બહાર નીકળી છે. સરળ-સરિતા સમી સૌને સુધામય કરતી એ આખરે તારા મંગલ મહિમામાં મળી ગઈ છે.

 

       જેવી છે તેવી આ કવિતા તારા શ્રીચરણોની માળા છે હે મહાકવિ ! તને સમર્પિત કરેલી તારા જ સ્વર્ગસુમનની સુમધુર માળા છે !

શ્રી યોગેશ્વરજી

-------

(શ્રી યોગેશ્વરજી રચિત 'અનંત સૂર' માંથી )

 

 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer