અંતરના અંતરતમમાં પ્રસ્ફુટિત મંજુલ રવ

 

 

અનંત સૂર

 

 આત્માને અલંકૃત કરનારી પ્રેરણાદાયી રચનાઓ

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITAMAHABHARAT | RAMAYAN | SARAL GITA | UPANISHAD | MORE >>

 

તારી વીણા

     
   
< BACK

અનંત સૂર

NEXT >
 

તારી આ વ્હાલથી ભરેલી વીણાને તું તારા જ કામમાં લે ! એને તારા હેતાળ હૈયે લગાવી લે; આનંદનાં આંસુથી - સુવાસિત સુંદર સુમનથી સજાવી દે, ને અંતઃપુરમાં બેસીને તારી જ રાગરાગિણીથી ભરી દે.  તારી આ વહાલની વસંત જેવી વીણાને તું તારા જ કામમાં લે !

 

તારા વિના એને બીજું કોઈ પણ સ્પર્શ ના કરે, ને કોઈનાય અંતરને એ આલિંગન ના ધરે; કેવળ તારી મિલકત, તારું જ હૃદય ને જીવનસર્વસ્વ બની રહે; ઓ મારા રસેશ્વર, એ જ આશીર્વાદ દે! તારી આ વહાલથી ભરેલી વીણાને તું તારા જ કામમાં લે !

 

હા, કોઈકના દિલની દુનિયાની તે દેવી થાય, કોઈક જડ જીવનને જગવી જાય ! કોઈનાં આંસુમાં એનાથી આનંદનું ઈન્દ્રચાપ ઊભું થાય, કોઈની પ્રેરણા, પગદંડી ને છાયા થાય !

 

કોઈના સૂના નીરસ સંસારમાં એનાથી સંગીતની સૂરાવલિ ઊભી થાય ! તો તું એને વગાડી લે, વારંવાર વગાડી લે, ને જી ભરીને બજાવી દે ! પણ એને તાન તો તારું જ રહે; તારા વિના એ ના કૈં જુએ, ના સુણે !

શ્રી યોગેશ્વરજી

-------

(શ્રી યોગેશ્વરજી રચિત 'અનંત સૂર' માંથી )

 

 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer