અંતરના અંતરતમમાં પ્રસ્ફુટિત મંજુલ રવ

 

 

અનંત સૂર

 

 આત્માને અલંકૃત કરનારી પ્રેરણાદાયી રચનાઓ

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITAMAHABHARAT | RAMAYAN | SARAL GITA | UPANISHAD | MORE >>

 

પ્રાર્થના

     
   
< BACK

અનંત સૂર

NEXT >
 

હે પ્રિયતમ ! જે દિવસે મારી આંખ તારું દર્શન ના કરે, તે દિવસે એ આંખને ભલે તું છેદી નાંખજે.  ને મારા પ્રાણ ! જે દિવસે મારું હૃદય તને મૂકી દઈને જગતની ક્ષુલ્લક માયાને સ્થાન આપે, તે દિવસે એ હૃદયને ભલે રગદોળી નાખજે.

 

હે પ્રિય ! જે દિવસે કાન તારું સુમધુર સંગીત સાંભળવાનું છોડી દે, તે દિવસે તે કાનને તું ભલે છેદી નાખજે.  ને હે મારા પ્રેમ ! જે દિવસે મારું શરીર તારી સેવા ને પૂજાના માર્ગને મૂકી દે, તે દિવસે એ શરીરને તું શાન્ત કરી દેજે.

 

તારું દર્શન ના કરી શકતી હોય એવી આંખ હોય તો હે પ્રભુ ! જ સારું છે કે તે અંધ થઈ જાય.  તારું નામ ને તારું ગાન ના સાંભળી શકતા હોય એવા કાન હોય તો, હે વ્હાલા ! એ જ સારું છે કે, તેનો હ્રાસ થઈ જાય. તારી જ સુવાસમાં મસ્ત ન રહેતું હોય એવું અંતર હોય તો, હે મારા પ્રાણ ! એ જ બહેતર છે કે એનો નાશ થઈ જાય.  ને મારા અંગેઅંગમાં તારી પવિત્ર મૂર્તિ ના હોય તો, પ્રભુ ! એ અંગ પણ ભલે ભસ્મીભૂત થઈ જાય.

 

તારા દિવ્ય રસનું પાન મને પ્રત્યેક પળે કરવા દે. તારા જ સંગીતમાં મને મસ્ત બનવા દે.  હે દયામય ! તારાથી અલગ ના થાઉં, એવો આશીર્વાદ મને કાયમને માટે આપી દે.

શ્રી યોગેશ્વરજી

-------

(શ્રી યોગેશ્વરજી રચિત 'અનંત સૂર' માંથી )

 

 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer