અંતરના અંતરતમમાં પ્રસ્ફુટિત મંજુલ રવ

 

 

અનંત સૂર

 

 આત્માને અલંકૃત કરનારી પ્રેરણાદાયી રચનાઓ

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITAMAHABHARAT | RAMAYAN | SARAL GITA | UPANISHAD | MORE >>

 

કવિની કામના

     
   
< BACK

અનંત સૂર

NEXT >
 

કવિતાના પ્રેમમય પ્રવાહને પહેલાં તો મારા હૃદયમાં પ્રકટવા દેજે; તે પછી તેને શબ્દોમાં ઉતારજે. હે કવિરાજ ! પહેલાં તેને મારા હૃદયમાં પ્રકટવા  દેજે ! 

કવિતાના સનાતન સૌન્દર્યને પહેલાં તો મારા હૃદયમાં પ્રકટવા દેજે ; તે પછી તેને સ્વર ને સૂરમાં ઉતારજે. હે કવિરાજ ! પહેલાં તેને મારા હૃદયમાં પ્રકટવા દેજે !    

સત્યના પરમ પ્રકાશને સૌથી પહેલાં મારા પ્રાણમાં પ્રકટવા દેજે; મારા અંધારા અંતરને તેથી પ્રકાશમય થવા દેજે; તે પછી તેને છંદોમાં ઉતારજે. હે કવિરાજ ! પહેલાં તેને મારા હૃદયમાં પ્રકટવા દેજે ! 

સુરદાસની આંખે અંધારું હતુ. આંખને અળગી કરીને તેણે અંધારુ દૂર કર્યુ. તે પછી જ પ્રકાશના પાવન કિરણ જેવું તારું કાવ્ય ત્યાં પ્રકટયું; તે પછી જ તારુ કાવ્ય ત્યાં પ્રકટ્યું. 

તેવી રીતે હે મહાકવિ ! મારી અંતર-આંખને આવરી રહેલો અંધકાર દૂર થાય, વિકાર ને વાસનાની આંખ દૂર થાય, ને પ્રેમના પરિમલ જેવું તારું મહાકાવ્ય પ્રકટ થાય; તારા સંગીતમય સ્પર્શથી મારી વીણાના તાર ઝણઝણી ઊઠે; સમસ્ત સૃષ્ટિમાં તારું દર્શન ને તારા સંગીતનું શ્રવણ થાય; તે પછી જ, હે મહાકવિ ! તારું મનહર કાવ્ય ભલે મારી વીણા પર પ્રકટ થાય; જીવનના આનંદના આભાસરુપે ભલે મારી વીણા પર પ્રકટ થાય !

શ્રી યોગેશ્વરજી

-------

(શ્રી યોગેશ્વરજી રચિત 'અનંત સૂર' માંથી )

 

 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer