અંતરના અંતરતમમાં પ્રસ્ફુટિત મંજુલ રવ

 

 

અનંત સૂર

 

 આત્માને અલંકૃત કરનારી પ્રેરણાદાયી રચનાઓ

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITAMAHABHARAT | RAMAYAN | SARAL GITA | UPANISHAD | MORE >>

 

પ્રેમ ને મુક્તિ

     
   
< BACK

અનંત સૂર

NEXT >
 

પ્રેમના પવિત્ર બંધનથી જે ના મળે તે મુક્તિ ને શાંતિ હે વૈરાગી, મારે ઈષ્ટ નથી !

 

જે હૃદય વજ્રથી પણ સખત બને, પથ્થરથી પણ એટલું જડ બને કે તેને ભાવના કે લાગણીનો સ્પર્શ પણ ના થઈ શકે, પ્રેમનો મહાસિંધુ જેના તટને તદ્દન પાસે છતાં પણ ના પલાળી શકે, એ હૃદયની ને એથી સાંપડતી સિદ્ધિની ઓ વૈરાગી, મને જરા પણ તમા નથી

 

પ્રેમના પવિત્ર બંધનથી ના મળે તે મુક્તિ ને શાંતિ, હે વૈરાગી, મારે ઈષ્ટ નથી !

 

આ ફૂલ ને આ વૃક્ષ ને આ પંખીની સુમધુર સૂરાવલિઃ મને તો એમાં મળી છે મુક્તિ ને શાંતિ, ઓ વૈરાગી ! ને તેથી જ કહું છું કે પ્રેમ એ જ મારી મુક્તિ છે; પ્રેમ વિનાની મુક્તિ મને માન્ય નથી; ને તે હોય તો મારે મન તેની લગીરે કિંમત નથી.

શ્રી યોગેશ્વરજી

-------

(શ્રી યોગેશ્વરજી રચિત 'અનંત સૂર' માંથી )

 

 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer