અંતરના અંતરતમમાં પ્રસ્ફુટિત મંજુલ રવ

 

 

અનંત સૂર

 

 આત્માને અલંકૃત કરનારી પ્રેરણાદાયી રચનાઓ

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITAMAHABHARAT | RAMAYAN | SARAL GITA | UPANISHAD | MORE >>

 

નમસ્કાર વિના નથી રહી શકતો

     
   
< BACK

અનંત સૂર

NEXT >
 

પૃથ્વીના પ્રત્યેક પદાર્થમાં પ્રકટ થયેલ તને નમસ્કાર કર્યા વિના નથી રહી શકતો.

 

કોઈ મારી સ્તુતિ કરે કે નિંદા, સર્વમાં તેમ તેમાં પણ તું જ છે, એમ જાણીને તને નમસ્કાર કર્યા વિના નથી રહી શકતો. પૃથ્વીના પ્રત્યેક પદાર્થમાં પ્રકટ થયેલ તને નમસ્કાર કર્યા વિના નથી રહી શકતો.

 

કોઈ મને સારી પેઠે સત્કારે ને આસન પર બેસાડે કે સત્કાર કરવાને બદલે કોઈ મારી અવજ્ઞા કરે; સર્વમાં તેમ તેમાં પણ તું જ છે, એમ જાણીને હું તને નમસ્કાર કર્યા વિના નથી રહી શકતો. પૃથ્વીના  પ્રત્યેક પદાર્થમાં પ્રકટ થયેલ તને નમસ્કાર કર્યા વિના નથી રહી શકતો.

 

કોઈ મને હૈયાનું હેત ઠાલવીને હાર પહેરાવે કે પથ્થર ને ગાળોનો માર મારે; સર્વમાં તેમ તેમાં પણ તું જ છે, એમ જાણીને હું તને નમસ્કાર કર્યા વિના નથી રહી શકતો. પૃથ્વીના પ્રત્યેક પદાર્થમાં પ્રકટ થયેલ તને નમસ્કાર કર્યા વિના નથી રહી શકતો.

 

જુદા જુદા રૂપમાં, જ્યાં તું જ સ્મિત કરે છે, ને પ્રેમ કરે છે ત્યાં, કોના પ્રત્યે વેર ? કોની મમતા ને કોની ઘૃણા ? ગમે તે વેશમાં આવે, છતાં સૌમાં તું જ પધારે છે, એમ સમજીને તને નમસ્કાર કર્યા વિના નથી રહી શકતો.

 

પૃથ્વીના પ્રત્યેક પદાર્થમાં પ્રકટ થયેલ તને નમસ્કાર કર્યા વિના નથી રહી શકતો.

શ્રી યોગેશ્વરજી

-------

(શ્રી યોગેશ્વરજી રચિત 'અનંત સૂર' માંથી )

 

 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer