અંતરના અંતરતમમાં પ્રસ્ફુટિત મંજુલ રવ

 

 

અનંત સૂર

 

 આત્માને અલંકૃત કરનારી પ્રેરણાદાયી રચનાઓ

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITAMAHABHARAT | RAMAYAN | SARAL GITA | UPANISHAD | MORE >>

 

પ્રેમનો પરિચય

     
   
< BACK

અનંત સૂર

NEXT >
 

'કોણ છે અહીં આ એકાંત પ્રદેશમાં ? '

'એ તો હું.'

'હું કોણ ?'

'તારે તેની શી જરુર છે ?'

'જરુર હોય કે ના હોય, આટલી કરુણ અસહાય અવસ્થામાં હોવાથી જ પૂછું છું.'

'તો શું તું મને આશ્રય આપશે ? હું ખરેખર, અસહાય છું.'

'હા....કેમ નહિ.....?'

'પણ મારું દાન તને ખબર છે ? મારા એક હાથમાં અનંત અસીમ આંસુ છે ને બીજામાં અંતરને તોડી નાખનારી ભીષણ ઊંડી વેદના ! બોલ, તૈયાર છે ? જીવનભર તારે મારા પ્રિયતમ રહેવું પડશે !'

'પણ મેં સાંભળ્યું છે કે તમારા દૈવી દાનમાં અમૃત છે.'

'હા, હા, મારા નાથ ! તારે માટે એ અમૃત જ છે. આવ ત્યારે, મારો સ્વયંવર થયો!'

'પણ તારું નામ ?'

'નામ ? બધા મને પ્રેમ કહે છે. તું ફાવે તે કહેજે !'

શ્રી યોગેશ્વરજી

-------

(શ્રી યોગેશ્વરજી રચિત 'અનંત સૂર' માંથી )

 

 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer