અંતરના અંતરતમમાં પ્રસ્ફુટિત મંજુલ રવ

 

 

અનંત સૂર

 

 આત્માને અલંકૃત કરનારી પ્રેરણાદાયી રચનાઓ

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITAMAHABHARAT | RAMAYAN | SARAL GITA | UPANISHAD | MORE >>

 

અશાંતિનું કારણ

     
   
< BACK

અનંત સૂર

NEXT >
 

સ્વર્ગીય સુવાસ આપનારાં આ પુષ્પોને જોઈને તને પ્યારા પ્રભુનું સ્મરણ નથી થતું ? શા માટે પુષ્પો સમાં સ્નેહીને છોડીને તું જંગલમાં જતો રહે છે ને પ્રભુને યાદ કરવાની યાતનામાં પડે છે ?

 

ગુલાબી ગાલવાળાં આ બાળકોમાં તને ઈશ્વરનું દર્શન નથી થતું ? પ્રેમાળ પત્નીમાં પણ તેના પ્રેમનું મહાબિંદુ નથી મળતું ? શા માટે તેમને તરછોડીને તું જંગલમાં જાય છે ને ઈશ્વરના દર્શન માટે આક્રંદ કરે છે ?

 

આ આકાશના તારા ને આ વાદળની માળા....એ સૌમાં તને શું માયાપતિની મધુરતાનું દર્શન નથી થતું ? શા માટે તું ગુફામાં બંધ થાય છે ને પ્રેમની પ્રાપ્તિ માટે પોકે પોકે રડીને તરફડે છે ?

 

હે પ્રિય સાધક, તેં બધું મેળવેલું છે; ફક્ત તને તેનું વિસ્મરણ થયું છે ને ઘેલછા લાગી છે; કેમ કે એવી એક પણ વસ્તુ બતાવી શકીશ, જે એનાથી અલગ હોય ? ને એવું એક પણ સ્થાન બતાવીશ, જ્યાં એ ના હોય ? ફક્ત તારું દર્શન અધુરું છે; ને એથી જ તારા જીવનમાં ઘર્ષણ થયું છે, ઝેર જાગ્યું છે, ને અશાંતિએ ઘર કર્યું છે.

શ્રી યોગેશ્વરજી

-------

(શ્રી યોગેશ્વરજી રચિત 'અનંત સૂર' માંથી )

 

 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer