અંતરના અંતરતમમાં પ્રસ્ફુટિત મંજુલ રવ

 

 

અનંત સૂર

 

 આત્માને અલંકૃત કરનારી પ્રેરણાદાયી રચનાઓ

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITAMAHABHARAT | RAMAYAN | SARAL GITA | UPANISHAD | MORE >>

 

હું તને જ્ઞાની નહિ કહું

     
   
< BACK

અનંત સૂર

NEXT >
 

હું તને જ્ઞાની નહિ કહું. તારા મુખ પર વિષાદ છે; હું તને જ્ઞાની નહિ કહું.

 

ઊગતી ઉષાના આહલાદક લાવણ્યની જેમ તારું મન સ્મિતની રસરેખાથી શોભતું નથી; હું તને જ્ઞાની નહિ કહું.

 

સંસારમાં શોક છે, ને શોક કરીને તેમાં તું વધારો કરે છે; હું તને પંડિત નહિ કહું. આનંદનો અખંડ અનુભવ તારે મન એક અજાયબી છે.

 

વસ્તુવસ્તુમાં વહેતી આ ચૈતન્યની ધારા.....એમાં સ્નાન કરવાની તને સમજ નથી; એનું પાન કરીને તું પ્રસન્ન નથી; એના આચમનનો તારામાં આહલાદ નથી; હું તને તત્વજ્ઞાની નહિ કહું. એકતાના અનુભવની પ્રસન્નતા ને કૃતકૃત્યતા તારામાં દેખાતી નથી.

 

હું તને જ્ઞાની નહિ કહું. સ્નેહાળ શિશુની જેમ સરળ બનીને ક્ષણેક્ષણનો ઉલ્લાસ લેતો નથી; જીવનના ને જગતના આ મહોત્સવનો લહાવો લેતો નથી ને દેતો નથી.

 

હું તને જ્ઞાની નહિ કહું. તારા મુખ પર ભય છે, ભેદ છે, વિષાદ છે; હું તને જ્ઞાની નહિ કહું !

શ્રી યોગેશ્વરજી

-------

(શ્રી યોગેશ્વરજી રચિત 'અનંત સૂર' માંથી )

 

 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer