અંતરના અંતરતમમાં પ્રસ્ફુટિત મંજુલ રવ

 

 

અનંત સૂર

 

 આત્માને અલંકૃત કરનારી પ્રેરણાદાયી રચનાઓ

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITAMAHABHARAT | RAMAYAN | SARAL GITA | UPANISHAD | MORE >>

 

પ્રેમનું પરમ સ્થાન

     
   
< BACK

અનંત સૂર

NEXT >
 

સત્તા ને કીર્તિના ઉચ્ચતમ શિખર પરથી ઊતરીને ચીંથરેહાલ શરીરે હું તારી પાસે આવ્યો છું, ને મારા દંભી, અહંકારી અંતરને અશ્રુની ધારાઓ દ્વારા તારા ચરણ પર ઢાળી રહ્યો છું.

 

સદા ઊંચું રહેવાને ટેવાયેલું મારું મસ્તક આજે એકાએક તારી ચરણધૂલિમાં ઢળી પડયું છે; ને મારું સર્વ જ્ઞાન મારા મુખના પોકારમાં સરી રહ્યું છેં.

 

આજ સુધી હું તારા પ્રેમરસને ચાખી શકયો ન હતો, કેમ કે મારી શોધ તારા પ્રેમપ્રસાદ જેવા જગતમાં કે તારી કૃપામાં જ સમાતી હતી. અને હવે આજે, જ્યારે શણગારોને છિન્નભિન્ન કરી દઈ ને ફક્ત તારી ધૂલિમાં આળોટું છું ત્યારે......ત્યારે જ, સમજું છું કે પ્રેમનું પરમ સ્થાન કયાં છે ?

શ્રી યોગેશ્વરજી

-------

(શ્રી યોગેશ્વરજી રચિત 'અનંત સૂર' માંથી )

 

 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer