અંતરના અંતરતમમાં પ્રસ્ફુટિત મંજુલ રવ

 

 

અનંત સૂર

 

 આત્માને અલંકૃત કરનારી પ્રેરણાદાયી રચનાઓ

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITAMAHABHARAT | RAMAYAN | SARAL GITA | UPANISHAD | MORE >>

 

કેટકેટલો વિચાર કરીને

     
   
< BACK

અનંત સૂર

NEXT >
 

કેટકેટલો વિચાર કરીને આવું છું, કે તારા નયન તરફ નયન માંડી એકીટસે નીરખી રહીશ; પરંતુ દ્રષ્ટિ મળતાં જ મારું સર્વસ્વ ખોઈ બેસું છું; મારું પ્રાણધન ઢોળી બેસું છું.

 

કેટકેટલો વિચાર કરીને આવું છું, કે તારા ચરણને ધરાઈ ધરાઈને ચૂમી લઈશ; પરંતુ તેની માદક સુવાસ સૂંઘતા જ મારુ ભાન ભૂલી રહું છું, હૃદય રેલી રહું છું.

 

કેટકેટલો વિચાર કરીને આવું છું, કે તારી સાથે આવી રીતે વાત કરીશ ને તને આવી રીતે આલિંગન આપીશ; પરંતુ તારું મૂક સંગીત શ્રવણ કરતાં જ હું તારામાં તન્મય થવા માંડુ છું, બધું ભૂલી જઉં છું.

 

કેટકેટલો વિચાર કરીને આવું છું, કે તારી સુંદરતાને આંખ ભરી ભરીને જોઈશ ને હૃદય ભરી ભરીને તારા પ્રેમનું પાન કરીશ; પણ તારી સુંદરતાનું પાન કરતાં જ હું સમાધિસ્થ થઉં છું ને એકાકાર બનું છું.

શ્રી યોગેશ્વરજી

-------

(શ્રી યોગેશ્વરજી રચિત 'અનંત સૂર' માંથી )

 

 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer