અંતરના અંતરતમમાં પ્રસ્ફુટિત મંજુલ રવ

 

 

અનંત સૂર

 

 આત્માને અલંકૃત કરનારી પ્રેરણાદાયી રચનાઓ

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITAMAHABHARAT | RAMAYAN | SARAL GITA | UPANISHAD | MORE >>

 

નમ્રતાની માગણી

     
   
< BACK

અનંત સૂર

NEXT >
 

મારા પ્રખર અભિમાનને તારા વારંવારના પથ્થરી પ્રહારોથી છૂંદી નાખ ને જગતના ક્ષુદ્રમાં ક્ષુદ્ર પ્રાણીની આગળ પણ હું પ્રેમ ને નમ્રતાથી હાથ જોડીને ઊભો રહું એવું ભાગ્ય દે!

 

સંપત્તિ ને સત્તાના નશામાં હરહંમેશ ઉન્નત રહેવાને ટેવાયેલું મારું મસ્તક તારી પવિત્ર પદરજમાં રગદોળાઈ રહો ને હંમેશને માટે નત બનો !

 

કેમ કે, મેં જાણ્યું છે કે હલકામાં હલકી રજ જ આકાશમાં ઊડી શકે છે, ને પાણી જ્યારે વરાળ બને છે, ત્યારે જ ઊંચે ગમન કરે છે.

શ્રી યોગેશ્વરજી

-------

(શ્રી યોગેશ્વરજી રચિત 'અનંત સૂર' માંથી )

 

 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer