અંતરના અંતરતમમાં પ્રસ્ફુટિત મંજુલ રવ

 

 

અનંત સૂર

 

 આત્માને અલંકૃત કરનારી પ્રેરણાદાયી રચનાઓ

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITAMAHABHARAT | RAMAYAN | SARAL GITA | UPANISHAD | MORE >>

 

એકતાની અભિલાષા

     
   
< BACK

અનંત સૂર

NEXT >
 

મારાં નયનરૂપી ચકોરને તારા વદનવિધુ પર સ્થિર કરી દે, એના જ રસાસ્વાદમાં એને મસ્ત થવા દે ! ઓ મારા પ્રભુ, મારા મનરૂપી મધુકરને તારા વદનકમળમાં મસ્ત થવા દે !

 

મારાં નયનરૂપી ચાતકને તારા વદનવાદળ પર એક કરી દે, એના જ રસાસ્વાદમાં એને મસ્ત થવા દે ! ઓ મારા પ્રભુ, મારા મનરૂપી મીનને તારા પ્રેમસલિલમાં સ્નાન કરવા દે !

 

મારાં નયનરૂપી કમલને તારા ચરણમાં બલિ બનવા દે, એના જ રસાસ્વાદમાં એને મસ્ત થવા દે ! ઓ મારા પ્રભુ, મારી મનરૂપી સરિતાને તારા પ્રશાન્ત મહાસાગરમાં મળી જવા દે !

 

મારા મનરૂપી મધુકરને તારા ચરણમાં સ્થિર કરી દે, એના જ રસાસ્વાદમાં એને મસ્ત થવા દે ! ઓ મારા પ્રભુ, મારા મનરૂપી શબ્દને તારા મહાશબ્દમાં મળી જવા દે, તારા મહાકાવ્યની માળામાં ફૂલ બનીને ગૂંથાઈ જવા દે !

શ્રી યોગેશ્વરજી

-------

(શ્રી યોગેશ્વરજી રચિત 'અનંત સૂર' માંથી )

 

 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer