અંતરના અંતરતમમાં પ્રસ્ફુટિત મંજુલ રવ

 

 

અનંત સૂર

 

 આત્માને અલંકૃત કરનારી પ્રેરણાદાયી રચનાઓ

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITAMAHABHARAT | RAMAYAN | SARAL GITA | UPANISHAD | MORE >>

 

સ્નેહની સતતતા

     
   
< BACK

અનંત સૂર

NEXT >
 

પદ્મની પાંખડી પેઠે પ્રસન્નપણે પ્રકટતા પ્રભાતના પ્રથમ પ્રહરમાં જો; મારી આંખમાં તારા અનુરાગનું અમૃત ના દેખાય, તો તું ભલે ના આવીશ !

 

બળુંબળું થતા ને બીજાને બાળતા બિહામણા બપોરે જો; મારા અંગેઅંગમાં તારી આરાધનાનો આભાસ ના દેખાય, તો તું ભલે દર્શન ના દઈશ !

 

સ્વર્ગમાં જવા સારુ સાજ સજીને તૈયાર થયેલી સોહામણી સંધ્યાએ જો; મારા જરી જેટલા ઝરણ જેવા વહી રહેલા જીવનમાં તારી ઝંખના ના જણાય, તો તું ભલે ના આવીશ !

 

રોમેરોમમાં રાગરાગિણી ભરીને ઊભેલી રસરાજ્ઞી રસીલી રાતે જો; મારી આંખમાં તારાં આંસું ને તારે માટેની આતુરતા ના દેખાય, તો તું ભલે દર્શન ના દઈશ !

 

મંગળમય મહાકાવ્યના જેવી મધુરી મધરાતે જો; મારી પુલકિત પાંપણ પર તારું પીયૂષ ના પરખાય, તો તું ભલે ના આવીશ !

 

કોઈ પણ કાળે ને સ્થાને જો; મારા હૃદય ને રોમેરોમમાં તારો રણકાર ના સંભળાય, રાસ ના નીરખાય, તો તું ભલે ના આવીશ !

શ્રી યોગેશ્વરજી

-------

(શ્રી યોગેશ્વરજી રચિત 'અનંત સૂર' માંથી )

 

 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer