અંતરના અંતરતમમાં પ્રસ્ફુટિત મંજુલ રવ

 

 

અનંત સૂર

 

 આત્માને અલંકૃત કરનારી પ્રેરણાદાયી રચનાઓ

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITAMAHABHARAT | RAMAYAN | SARAL GITA | UPANISHAD | MORE >>

 

હૃદયની સ્થિતિ

     
   
< BACK

અનંત સૂર

NEXT >
 

એટલું તો સમજી લેજે ઓ ગાયક ! હૃદયની વીણાને મેં અનેક રાગરાગિણીથી ભરી છે; અનેક પ્રકારના સંગીતસ્વરથી સુશોભિત કરી છે; એના પ્રત્યેક તારમાં, સૂરમાં ને તાલમાં મારા પ્રાણની પળેપળની સાધના ભરી છે.

 

એકના એક આલાપને બંધ કર, ગાયક ! હમેશને માટે મારી દ્રષ્ટિ નૂતનની શોધમાં રહી છે; સુંદર ને અભિનવની મેં નિરંતર પૂજા કરી છે. રખે તું કહેતો કે એમાં કોઈ પૂર્વાલાપની છાયા રહી છે કે કો'ક ઋષિની પ્રતિભા ભરી છે ! સુંદર ને અભિનવની મેં હરહંમેશ પૂજા કરી છે.

 

ઋષિ તું ભલે કહે કે બ્રહ્મર્ષિયે ભલે ગણે; એથી પણ આગળની મારી સ્થિતિ રહી છે. તને કેમ કરીને કહું, ગાયક ! આ તો મારા હૃદયના એક સહસ્ત્રાંશની જ પ્રતિછબી છે ?

 

ને એથી જ હું વિચારમાં પડયો છું, ઓ મહાકવિ ! જે હૃદયમાં આ સુમધુર સૂરાવલિ ઊઠી છે, તે હૃદયની શી સ્થિતિ............?

 

તે ગીતનો વિષય નથી, પ્યારા ગાયક !  તેની ગીતિ જ નથી !

શ્રી યોગેશ્વરજી

-------

(શ્રી યોગેશ્વરજી રચિત 'અનંત સૂર' માંથી )

 

 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer