અંતરના અંતરતમમાં પ્રસ્ફુટિત મંજુલ રવ

 

 

અનંત સૂર

 

 આત્માને અલંકૃત કરનારી પ્રેરણાદાયી રચનાઓ

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITAMAHABHARAT | RAMAYAN | SARAL GITA | UPANISHAD | MORE >>

 

અપૂર્ણતાનું કારણ

     
   
< BACK

અનંત સૂર

NEXT >
 

તીખાંમાં તીખાં તપ કરીને થાક્યો, તોપણ તારી સાધનાનો સુખાંત ના આવ્યો, તેનું કારણ ?

 

હિમગિરિની નાની સરખી ગંગાના તીરપ્રાંતની ગુફામાં વરસો સુધી બંદી બન્યો, ને પ્રાણનો નિરોધ કરીને સમાધિમાં સ્થિર રહ્યો, તોપણ તારી શાંતિનો છેડો ના આવ્યો, તેનું કારણ ?

 

સંતોના સમાજમાં શામેલ થયો ને તીર્થે તીર્થે ફરી વળ્યો, તો પણ તારા કલ્યાણનો કલરવ ના સંભળાયો, તેનું કારણ ?

 

માળાના મણકા ફેરવીને થાકયો ને મંત્ર ને સ્તુતિના ઉચ્ચાર કરીને પણ કંટાળ્યો, તોપણ મુક્તિનો મહાકિનારો ના લાધ્યો, તેનું કારણ ?

 

જેની ચરણરજમાં સંસારનાં સમસ્ત તીર્થો તથા શાસ્ત્રો વાસ કરે છે, ને જેની દૈવી દ્રષ્ટિમાત્રથી જ મુક્તિ મળે છે, તે ગુરુના ગુરુ-સદગુરુના શ્રીચરણોમાં તેં સર્વ સમર્પણ નથી કર્યું, તે જ તેનું કારણ છે.

શ્રી યોગેશ્વરજી

-------

(શ્રી યોગેશ્વરજી રચિત 'અનંત સૂર' માંથી )

 

 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer