અંતરના અંતરતમમાં પ્રસ્ફુટિત મંજુલ રવ

 

 

અનંત સૂર

 

 આત્માને અલંકૃત કરનારી પ્રેરણાદાયી રચનાઓ

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITAMAHABHARAT | RAMAYAN | SARAL GITA | UPANISHAD | MORE >>

 

કવિ ની દશા

     
   
< BACK

અનંત સૂર

NEXT >
 

આકાશના આ ટમકતા તારા બરાબર જાણે છે, તારે માટે મારા હૃદયના કેટકેટલા ટુકડા થાય છે; ને આ મૂક ને ધ્યાનસ્થ ધરતીના ધ્યાનમાં છે, કેટકેટલી અશ્રુધારાથી એનું અંતર અર્ચિત થાય છે !

 

મારે તો આ હેતથી હસનાર, ભાવથી ભરેલા, સૂના હૈયાને લઈને જ ફરવાનું છે. ને તેના જ પ્રતિધ્વનિ જેવાં મારાં આ ગાન છે. તપોવનનો કણેકણ જાણે છે, તારા પ્રેમના પ્રભાવથી કેટકેટલો કરુણ ને વેદનામય છતાંયે પ્રસન્ન મારો પ્રાણ છે !

 

ખેર, કો'કના દાહમાંથી કો'કને જીવન જડે, કો'કના વિષમાંથી કો'કને અમૃત મળે, ને કોઈનાં આંસુમાંથીયે કોઈને આનંદ મળે; એનું ભાગ્ય પણ અપાર છે. પણ ઓ પ્રેમના પીનાર પરમાત્મા ! જરીક યાદ તો કરજે, આ અમૃતસ્વરની અંદર અંતરને અમીમય કરવાનો પ્રભાવ છે; આ આનંદની અંદર કરુણાનો પ્રશાંત પ્રવાહ છે.

શ્રી યોગેશ્વરજી

-------

(શ્રી યોગેશ્વરજી રચિત 'અનંત સૂર' માંથી )

 

 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer