અંતરના અંતરતમમાં પ્રસ્ફુટિત મંજુલ રવ

 

 

અનંત સૂર

 

 આત્માને અલંકૃત કરનારી પ્રેરણાદાયી રચનાઓ

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITAMAHABHARAT | RAMAYAN | SARAL GITA | UPANISHAD | MORE >>

 

પ્રેમની ધન્યતા

     
   
< BACK

અનંત સૂર

NEXT >
 

આ બધા કહે છે, એને તો એના રૂપનું ગુમાન છે; એ તારા ચરણની દાસી થાય એમ નથી.

 

તારાં નયન તો પેલા ચકોર જેવાં છે. એના રૂપને જોવા માટે તે તલસે છે, ઝંખે છે; પણ તે રૂપગર્વિતાનું હૃદય તો પથ્થર જેવું છે. તે તો તારી તરફ એક દ્રષ્ટિપાત પણ કરતી નથી !

 

તારું વદન ને તારા અધર પેલા કમલના દલ જેવા છે. તેના અધર સાથે એક થઈ તેના પીયૂષને પેલા ભ્રમરની જેમ પીવાને તે વ્યાકુળ છે, ઝંખે છે. પણ તે સુંદરીનું હૃદય તો વજ્રના જેવું છે; તેને તો તારા વદનની વ્યાકુળતાને જોવાનીપણ ફૂરસદ નથી !

 

તારું હૃદય તો પેલા સાગર જેવું છે. તેના હૃદય સાથે મળી જવા તે સતત રડી રહ્યું છે. પણ તે માનિનીનું હૃદય તો શિલા જેવું છે. તારા હૃદયની વ્યથાની તેને દરકાર નથી; તારા રુદનથી તે લેશ પણ પીગળતું નથી !

 

આ બધાંનું કહેવું એવું છે. પણ શું કરું ? મેં તો મારું સર્વ કાંઈ સમર્પી દીધું છે. એના હૃદયનો તાર ભલે ના રણકે, મારો પ્રણયતાર કદી તૂટવાનો નથી. એના પ્રણયના સાગરનું જલબિંદુયે છો ના ટપકે, મારાં આંસુ તો કદી ખૂટવાનાં નથી!

 

પરમ પ્રેમમાં એની પ્રાપ્તિ એ જ એની ધન્યતા છે !

શ્રી યોગેશ્વરજી

-------

(શ્રી યોગેશ્વરજી રચિત 'અનંત સૂર' માંથી )

 

 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer