અંતરના અંતરતમમાં પ્રસ્ફુટિત મંજુલ રવ

 

 

અનંત સૂર

 

 આત્માને અલંકૃત કરનારી પ્રેરણાદાયી રચનાઓ

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITAMAHABHARAT | RAMAYAN | SARAL GITA | UPANISHAD | MORE >>

 

પ્રેમ કરીશ

     
   
< BACK

અનંત સૂર

NEXT >
 

મારા જીવનમાં પ્રેમ કરવા આવશો તો તમારા ક્ષુદ્ર ને સાધારણ સાંસારિક સ્વરૂપને જોઈને, હું તમને ઉપહાસની નજરે નહિ જોઉં ને અવગણીશ પણ નહીં; પરંતુ તેમાં તમારું દર્શન કરીને પ્રેમ કરીશ ! ઓ મારી જીવનસુધા, હું તમારી સાથે પ્રેમ કરીશ !

 

મારા જીવનમાં પ્રેમ કરવા આવશો તો મુક્તિ ને સ્વર્ગસુખની લાલસાથી, ને બંધન, પતન ને નરકની યાતનાના મિથ્યા ભયથી, તમારી અવહેલના કરીને હું જંગલમાં નહિ જઉં; હું તો તમારા રૂપરાશિનું પ્રસન્નપણે પાન કરીશ, ને તમારા સ્નેહની સ્વર્ગીય સુધામાં સ્નાન કરીને સાનંદ શ્વાસ લઈશ. ઓ મારી જીવનસુધા ! હું તમારી સાથે શ્વાસ લઈશ !

 

હું જાણું છું કે તમે તમારું સાચું સ્વરૂપ છુપાવશો; પરંતુ તમારા પરિમલ જેવા પ્રફુલ્લ ને ઉષા જેવા ઉજ્જવળ, આહલાદક ને સુંદર સ્વરૂપને ઓળખવામાં હું ભૂલ નહિ કરું. તમે જે જે સ્થિતિમાં ને જે જે વેશમા રહીને પ્રેમ ધરશો, તે તે વેશમાં તમને ઓળખી લઈને પ્રેમ કરીશ: મંદિરની દેવદાસીમાં કે રસ્તાની રઝળતી ભિખારણમાં પણ હું તમારું દર્શન કરીશ. હે મારી જીવનસુધા ! હું તમારી સાથે પ્રેમ કરીશ !

શ્રી યોગેશ્વરજી

-------

(શ્રી યોગેશ્વરજી રચિત 'અનંત સૂર' માંથી )

 

 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer