અંતરના અંતરતમમાં પ્રસ્ફુટિત મંજુલ રવ

 

 

અનંત સૂર

 

 આત્માને અલંકૃત કરનારી પ્રેરણાદાયી રચનાઓ

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITAMAHABHARAT | RAMAYAN | SARAL GITA | UPANISHAD | MORE >>

 

તારી જ પસંદગી

     
   
< BACK

અનંત સૂર

NEXT >
 

એક બાજુ આખીયે અવનીનું ઐશ્વર્ય ને બીજી બાજુ તારા પ્રેમનું બિંદુમાત્ર મૂકવામાં આવશે, તો પણ હું તો તારા પ્રેમના બિંદુને જ પસંદ કરીશ.

 

એક બાજુ સારીયે સૃષ્ટિનું સૌન્દર્ય ને બીજી બાજુ તારી દ્રષ્ટિની છાયા માત્ર મૂકવામાં આવશે, તોપણ હું તો તારી દ્રષ્ટિની છાયાને જ પસંદ કરીશ.

 

એક બાજુ વિરાટ વિશ્વની વિભૂતિ ને બીજી બાજુ તારા ચરણની રજ માત્ર મૂકવામાં આવશે, તોપણ હું તો તારા ચરણની રજને જ પસંદ કરીશ.

 

કેમ કે મેં જાણ્યું છે કે સૌન્દર્ય, વિભૂતિ ને ઐશ્વર્ય તો તારો અંશમાત્ર છે, ને એટલા માટે જ હે મારા પ્રાણ ! હું તો તને પસંદ કરીશ; પ્રત્યેક પળે ને પ્રત્યેક પરિસ્થિતિમાં એક તારું જ વરણ કરીશ.

શ્રી યોગેશ્વરજી

-------

(શ્રી યોગેશ્વરજી રચિત 'અનંત સૂર' માંથી )

 

 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer