અંતરના અંતરતમમાં પ્રસ્ફુટિત મંજુલ રવ

 

 

અનંત સૂર

 

 આત્માને અલંકૃત કરનારી પ્રેરણાદાયી રચનાઓ

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITAMAHABHARAT | RAMAYAN | SARAL GITA | UPANISHAD | MORE >>

 

જીવન ને તારો પ્રેમ

     
   
< BACK

અનંત સૂર

NEXT >
 

તારા પ્રેમના પાત્ર થયા વિના જીવન મારે માટે કો'ક કડવો કટોરો થઈ જાત;

 

- તારા પ્રેમથી તે પીયુષનો પ્યાલો  થયું છે.

 

તારા પ્રેમના પાત્ર થયા વિના જીવન મારે માટે એક વેરાન નીરસ રણ થઈ જાત; એના અંગારે મારાં અંગેઅંગ દાઝી જાત ને એમાં ઊની લાય જેવી લૂ વાત;

 

- તારા પ્રેમથી તે લીલી વનસ્થલી થયું છે.

 

તારા પ્રેમના પાત્ર થયા વિના જીવન મારે માટે એક મૃત્યુની આવૃત્તિ થઈ જાત;

 

- તારા પ્રેમથી એ અમરત્વનો આનંદ થયું છે.

શ્રી યોગેશ્વરજી

-------

(શ્રી યોગેશ્વરજી રચિત 'અનંત સૂર' માંથી )

 

 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer