અંતરના અંતરતમમાં પ્રસ્ફુટિત મંજુલ રવ

 

 

અનંત સૂર

 

 આત્માને અલંકૃત કરનારી પ્રેરણાદાયી રચનાઓ

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITAMAHABHARAT | RAMAYAN | SARAL GITA | UPANISHAD | MORE >>

 

અપરિવર્તનશીલ પ્રેમ

     
   
< BACK

અનંત સૂર

NEXT >
 

આ પરિવર્તનશીલ સંસારમાં બધું જ બદલાય છે. જે ભ્રમર આજ લગી ચમેલી ને ગુલાબનાં પુષ્પો પર રાસ રમતા, તે તેવા જ પ્રેમથી કદંબના પુષ્પો પર ચાલ્યા જાય છે.

 

ચંદ્રકળાના કિરણમાત્રથી જે સાગર ક્ષણવારમાં પોતાને ભૂલી જઈને ઊછળવા માંડતો, તે આ સરિતાને એટલા જ પ્રેમથી આલિંગન આપતાં અચકાતો નથી; ને તેમ કરતાં બધી જ વેદના વીસરી જાય છે.

 

તું પણ અત્યાર સુધી તારા પ્રેમનું પાત્ર મને બનાવીને હવે તારી પ્રસન્નતા માટે બીજા પાત્રની શોધમાં છે ! પણ મને એનો અફસોસ નથી, શોક નથી, કે ન તો તારી સામે મારી કોઈ ફરિયાદ છે; કેમ કે મને એવો કયો અધિકાર છે, જેના આધાર પર હું એમ ઈચ્છું કે તું હંમેશા મારી સાથે જ પ્રેમ કરે.....ને તારા પ્રેમનું પાત્ર મને જ બનાવે?

 

હા, હું મારું કામ જરૂર કરીશ, ને એ એક સારસ પક્ષીના જેવું છે, જે જીવનમાં ને જીવનની પછી પણ પ્રેમમય જ રહે છે, જેને અંતર અપાય છે તેને જ વફાદાર રહે છે; ને એ કર્તવ્યના આનંદની આગળ, તારા પરિવર્તનની વાત સાચી હોય તોપણ મને તેનો શોક નથી.

 

અહા, પ્રેમથી પાવન થયેલા મંત્રો જેવા મંગલ એ શબ્દો સાંભળતાવેંત એની આંખમાં આંસુ આવી ગયાં ને એણે કહેવા માંડયું : 'શું હું તને ભૂલી જઈશ ? જે મારું જીવન, હૃદય સર્વ કાંઈ, શું તેને છોડી હું બીજાને પ્રેમ કરીશ? મારા પ્રેમ, હું જો કે પ્રેમનો સાગર છું; પણ તેના કુદરતી નિયમને ઉલ્લંઘવા સમર્થ છું ? તું ના ભૂલીશ કે જે સાગર ચંદ્રકળાને જોઈને ઊછળે છે, એનામાં એ આનંદ નથી, જે સરિતાના આલિંગનમાં છે. ને ગુલાબના ભ્રમરને પણ એ રસ નથી જે કદંબના ભ્રમરને છે.

શ્રી યોગેશ્વરજી

-------

(શ્રી યોગેશ્વરજી રચિત 'અનંત સૂર' માંથી )

 

 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer