પ્રભાતના પુષ્પોની મનભાવન મહેંક એટલે જ

 

 

પરિમલ

 

 આત્માને અલંકૃત કરનારી પ્રેરણાદાયી રચનાઓ

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITAMAHABHARAT | RAMAYAN | SARAL GITA | UPANISHAD | MORE >>

 

એનો અવાજ

     
   
< BACK

અનંત સૂર

NEXT >
 

પર્વતોને પાર કરીને આવનારો તારો અવાજ મારા અંતરમાં નિરંતર અથડાયા કરે છે. તું મને કહી રહ્યો છે, તે હું જાણું છું: 'આવ વહાલા, આવ ! મને મળવા માટે બંધનમાંથી મુક્તિ મેળવી આવ !'

 

હિમાલયનાં બરફથી છવાયેલા શિખરો મારી સામે મીટ માંડીને ઊભા છે. ત્યાંથી તારો સંદેશ આવે છે, ને આટલે દૂર છતાં મારા અંતરમાં અથડાય છે. તું મને કહી રહ્યો છે તે હું જાણું છું 'આવ વહાલા, આવ ! મને મળવા માટે બંધનમાંથી મુક્તિ મેળવી આવ !'

 

આકાશમાં ઊમટેલા વાદળ પર તું સવાર બનીને સંદેશો કહે છેં પ્રેમના હજારો પ્રવાહ દ્વારા મારા તરફ વર્ષીને સંદેશો આપે છે. તું મને કહી રહ્યો છે તે હું જાણું છુ: 'આવ વહાલા, આવ ! મને મળવા માટે બંધનમાંથી મુક્તિ મેળવી આવ !'

 

તારો સંદેશ સાંભળીને હું પણ સંદેશ આપ્યા કરું છું કે 'હમણાં જરા ધીરજ રાખ. તને મળવાની તૈયારીમાં હું મશગૂલ છું. હમણાં જરા હિમ્મત રાખ !'

 

પરંતુ ન જાણે તને કેવો નાદ લાગ્યો છે કે તારા સંદેશા આવ્યા જ કરે છે, ને એક વાર તું મને તારી પાસે જરૂર ખેંચી જશે - તારામાં એક થવા ને સમાઈ જવા.

 

આકાશ ને પાતાળ, પૃથ્વી, પવન, પાણી ને અગ્નિમાંથી આવનારો તારો અવાજ મારા અંતરમાં નિરંતર અથડાયા કરે છેં. તું મને કહી રહ્યો છે તે હું જાણું છુ: 'આવ વહાલા, આવ ! મને મળવા માટે બંધનમાંથી મુક્તિ મેળવી આવ !'

શ્રી યોગેશ્વરજી

-------

(શ્રી યોગેશ્વરજી રચિત 'અનંત સૂર' માંથી )

 

 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer