અંતરના અંતરતમમાં પ્રસ્ફુટિત મંજુલ રવ

 

 

અનંત સૂર

 

 આત્માને અલંકૃત કરનારી પ્રેરણાદાયી રચનાઓ

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITAMAHABHARAT | RAMAYAN | SARAL GITA | UPANISHAD | MORE >>

 

પૂજા

     
   
< BACK

અનંત સૂર

NEXT >
 

ઊંચે ઊંચે, તુષારાચ્છાદિત પર્વત પર, સૂર્યનાં સોનેરી કિરણોથી મંડિત છે તારું મંદિર, ને એની પર્વતીય પગદંડીની પ્રથમ પગથી પર ડગમગતો પગ મૂકીને હું ઊભો રહ્યો છું

 

પંખી મને સંદેશ આપે છે ને સમીર મારો સત્કાર કરે છે. આગળ વધેલા ને પંથને મોટા પ્રમાણમાં પસાર કરી ચૂકેલા પ્રવાસી મારા તરફ દયાની નજરે જોયા કરે છે. પણ મને તેની તમા નથી.

 

પ્રમાદ ને પરાવલંબનને મૂકીને મેં તારા મંગલ મંદિરની પગથી પર પદાર્પણ કરવાનું નક્કી કર્યું છે. ઊંચે ઊંચે, તુષારાચ્છાદિત પર્વતપંકિત પર છેક ઊંચે, સૂર્યનાં સોનેરી કિરણોથી મંડિત છે તારું મંદિર, ને એની પર્વતીય પગદંડીની પ્રથમ પગથી પર ડગમગતો પગ મૂકીને હું ઊભો રહ્યો છું.

 

મંદિરમાં જવાનું ને મહાલવાનું મેં મૂકી દીધું છે; કેમ કે મને જ તેં મંદિરમય કર્યો છે. મારા મનહર મંદિરમાં અનુરાગની અખંડ આરતી થઈ રહી છે; ને તારી જ મૂર્તિ વિરાજી રહી છે. પૂજા કરવા માટે ફૂલ કે ચંદન કાંઈ જ નથી; અબીલ, ગુલાલ ને અક્ષત પણ નથી. તારા પરિમલ ભરેલા પાયને પખાળવાનું પાણી પણ ક્યાંથી લાવું ? ઋચા કે સ્તુતિની પણ મને સમજ નથી. પૂજા કેવી રીતે કરું ?

 

ત્યાં તો તેં પ્રતિમાની અંદરથી પર્વતપંક્તિ પર પ્રકટ થઈ ને પોકાર પાડીને, પ્રબળ પ્રેમથી પ્રેરાઈને કહ્યું : 'વિધિ ને વિધાનની માયાજાળમાં મને વધારે વાર જકડીશ નહિ. તારું સમસ્ત લઈ ને તું જ્યાં છે ત્યાં જ ઢળી પડ, એટલે પૂજા પૂરી થશે ને મારો પ્રસાદ પણ મળી રહેશે.'

શ્રી યોગેશ્વરજી

-------

(શ્રી યોગેશ્વરજી રચિત 'અનંત સૂર' માંથી )

 

 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer