અંતરના અંતરતમમાં પ્રસ્ફુટિત મંજુલ રવ

 

 

અનંત સૂર

 

 આત્માને અલંકૃત કરનારી પ્રેરણાદાયી રચનાઓ

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITAMAHABHARAT | RAMAYAN | SARAL GITA | UPANISHAD | MORE >>

 

દયાજનક દશા

     
   
< BACK

અનંત સૂર

NEXT >
 

તું રહે છે તો સુવાસિત સુંદર ઉદ્યાનમાં, પરંતુ પુષ્પોની પરિમલ માટે આમ તેમ વલખાં મારે છે; તારી સ્થિતિની મને દયા આવે છે !

 

મદિરાના મોહક જામને તારા અધરે અડાડીને પ્રિયતમા ઊભી રહી છે, છતાં તું તેને માટે પોકાર પાડે છે; તારી દશા ખરે જ, દયાજનક છે.

 

સંગીતના શાંત સુમધુર સ્વરો વચ્ચે તારો વાસ છે; છતાં તું મધુરતા ને શાંતિ માટે બેચેન બને છે; તારી સ્થિતિની મને દયા આવે છે !

 

કાં તો તું જોઈ શકતો નથી કે સુણી શકતો નથી; સૂંઘી શકતો નથી કે પી શકતો નથી; નહિ તો તું શાંતિને માટે સ્વર્ગ કે મુક્તિની પ્રાર્થના ના કરત. તારી સ્થિતિ ખરે જ, દયાજનક છે !

 

ને એટલે જ કહેવું પડે છે કે માછલી પાણીમાં રહે છે છતાંય પ્યાસી છે; કમળના વનમાં રહેવા છતાંય ભ્રમર રસહીન છે, અરે, અભાગી છે !

શ્રી યોગેશ્વરજી

-------

(શ્રી યોગેશ્વરજી રચિત 'અનંત સૂર' માંથી )

 

 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer