અંતરના અંતરતમમાં પ્રસ્ફુટિત મંજુલ રવ

 

 

અનંત સૂર

 

 આત્માને અલંકૃત કરનારી પ્રેરણાદાયી રચનાઓ

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITAMAHABHARAT | RAMAYAN | SARAL GITA | UPANISHAD | MORE >>

 

રહસ્ય

     
   
< BACK

અનંત સૂર

NEXT >
 

બંસીધરની બંસીના મહાસૂરની સાથે મારા પ્રાણનો સંવાદ સધાયો છે ને તેનું સંગીત આપોઆપ વિરામ પામ્યું છે: આ જ મારા મૌનનું રહસ્ય છે.

 

સર્જનના કે સ્ત્રષ્ટાના કમલ પર બેઠેલો મારો પ્રાણભમરો તેના રસને ચૂસતાં પોતાને ને બીજાને ભૂલી ગયો છે: આ જ મારી નિશ્ચલ ને શાંત સ્થિતિનું રહસ્ય છે.

 

જગતના વિરાટ રસસાગરમાં મારો પ્રાણ બરફના ટુકડા જેવો તરે છે; ઘડીમાં સ્થિર થાય છે: આ જ મારી આત્મતૃપ્ત અવસ્થાનું રહસ્ય છે.

 

તું કદાચ મારા મુખ પરના આનંદ ને તેની દિવ્યતાને જોઈને વિચારમાં પડીશ. પણ તને ખબર નથી, હે પ્રિય સાધુ, કે આ અમૃતરસનું પાન કાંઈ જીભ કાપીને તાળવે લગાડવાથી નથી મળ્યું. પ્રિયતમના પ્રેમપ્યાલાને અહર્નિશ અધરે લગાડીને તેનું આકંઠે પાન  કરાયું છે: આજ મારી આનંદમય સ્થિતિનું રહસ્ય છે.

શ્રી યોગેશ્વરજી

-------

(શ્રી યોગેશ્વરજી રચિત 'અનંત સૂર' માંથી )

 

 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer