અંતરના અંતરતમમાં પ્રસ્ફુટિત મંજુલ રવ

 

 

અનંત સૂર

 

 આત્માને અલંકૃત કરનારી પ્રેરણાદાયી રચનાઓ

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITAMAHABHARAT | RAMAYAN | SARAL GITA | UPANISHAD | MORE >>

 

પ્રશ્નાવલિ

     
   
< BACK

અનંત સૂર

NEXT >
 

પ્રવાહોના પ્રવાહો ને સરિતાઓ પોતાના હૃદયધન જેવા જલને લઈને એના અંતરમાં સમાય છે, પરંતુ સાગર પોતાની મર્યાદાનો ત્યાગ કરતો નથી; એવી પરમ મર્યાદા ને શાન્તિ તું કયારે પ્રાપ્ત કરીશ ?

 

પવનરહિત સ્થાનમાં જેમ દીપક ડોલતો નથી, ને જેમ સર્વે અંગોને સંકેલી બેઠેલો કાચબો અનેક આઘાતોથી પણ ચળતો નથી; એવી પરમ નિશ્ચલતા ને નિઃસંગતા તું કયારે પ્રાપ્ત કરીશ ?

 

સર્જનનાં સર્જન ખીલે છે ને કાળના મુખમાં મળી જાય છે. અનેક કુસુમકોમળ બાળકો ને યુવાનો, જડ ને ચેતનની રચનાઓ, પૃથ્વી પર ફાલે છે, ફૂલે છે ને કરમાય છે; પરંતુ તે સર્વેને જોનારી આ પૃથ્વી શાંત સમાધિ ધારણ કરતાં બેસી રહે છે, ને આકાશ એ ક્ષણભંગુરતા પ્રત્યે આછું સ્મિત કરતાં હંમેશની જેમ પ્રકાશે છે; કૃતકૃત્યતાની એવી સમાધિ તું કયારે ધારી શકીશ ?

 

અને આ ભ્રમર, જેણે આ કમલની પાંખડીને ચૂમી લીધી છે, તેનો ગુંજારવ શાંત થયો છે ને તેની સૂધબૂધ શમી ગઇ છે; ને આ બાળક, જેની સર્વ વૃત્તિ ને ચંચલતા માના મધુર પયનું પાન કરતાં વિરમી ગઈ છે; એવી એકતા તું કયારે પ્રાપ્ત કરી શકીશ ? એવી આત્મવિલીન અવસ્થામાં હમેશ માટે તું કયારે મળી રહીશ ?

શ્રી યોગેશ્વરજી

-------

(શ્રી યોગેશ્વરજી રચિત 'અનંત સૂર' માંથી )

 

 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer