અંતરના અંતરતમમાં પ્રસ્ફુટિત મંજુલ રવ

 

 

અનંત સૂર

 

 આત્માને અલંકૃત કરનારી પ્રેરણાદાયી રચનાઓ

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITAMAHABHARAT | RAMAYAN | SARAL GITA | UPANISHAD | MORE >>

 

ધન્યતાનો માર્ગ

     
   
< BACK

અનંત સૂર

NEXT >
 

તેઓએ કહેલું, તારી આંખ ચંદ્રમાને અમૃત આપનારી ને હૃદયને શાંતિ દેનારી છે; પરંતુ તેની સાથે આંખ મિલાવવાની ધૃષ્ટતા મેં કરી નથી, એ વિચાર પણ મને થયો નથી.

 

તેઓએ કહેલું, તારા અધર સ્વર્ગના સોપાનરૂપ ને અમૃતના આવાસ જેવા છે; પરંતુ તેની સાથે અધર મિલાવવાની ધૃષ્ટતા મેં કરી નથી, એ વિચાર પણ મને થયો નથી.

 

તેઓએ કહેલું, તારું હૃદય સંગીતની દેવીનું મંગલ મંદિર છે ને તેમાંથી જ આ સૃષ્ટિ પ્રકટી રહી છે;  પરંતુ તેની સાથે હૃદય મિલાવવાની ધૃષ્ટતા મેં કરી નથી, એ વિચાર પણ મને થયો નથી

 

તેઓએ કહેલું, તારી સોડ શ્રાન્ત અંતરને આરામ આપનારી ને દેહના પ્રદેશથી ઉપર ઉઠાવનારી છે;  પરંતુ તેના સહવાસની ધૃષ્ટતા મેં કરી નથી, એ વિચાર પણ મને થયો નથી

 

એ બધાને આશ્ચર્ય થયેલું. પણ મારી પૂજા જુદી હતી. તારી અંદર વિરાટ માનું દર્શન કરીને મારી આંખ તારાં અંગોથી પર થઈને મારી દેહલતા તારાં ચરણકમલમાં ઢળી પડી. શું એ ધન્યતા ને શાંતિ પહેલાં હતી ?

શ્રી યોગેશ્વરજી

-------

(શ્રી યોગેશ્વરજી રચિત 'અનંત સૂર' માંથી )

 

 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer