અંતરના અંતરતમમાં પ્રસ્ફુટિત મંજુલ રવ

 

 

અનંત સૂર

 

 આત્માને અલંકૃત કરનારી પ્રેરણાદાયી રચનાઓ

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITAMAHABHARAT | RAMAYAN | SARAL GITA | UPANISHAD | MORE >>

 

સેવાની યોગ્યતા

     
   
< BACK

અનંત સૂર

NEXT >
 

'કોણ છે મારો સાથી ? '

'હું છું મારા દેવ !' એક અસ્તવ્યસ્ત વસ્ત્રધારીએ કહ્યું.

'તું છે મારો સાથી, ઓ દરિદ્ર એવા પ્રેમી ? '

'હા પ્રભુ ! તમારી સાથે રહેવાની મને ખાતરી છે; તમારે માટે જીવવાની ને મરવાની મારી ખાતરી છે !'

'બોલ, તું મારા જગતના કાર્યને માટે...'

'હા પ્રભુ ! હું તમારી સાથે કામ કરતાં મારું શરીર પણ ખપાવી દઈશ; મારા રક્તનું પાણી કરીશ. '

'પણ તને ખબર છે ? તને તે માટે પરિહાસ મળશે, તારી અવહેલના થશે. બહુ જ શક્ય છે કે ઈસુ ને સોક્રેટિસ તથા મન્સૂર જેવી તારી દશા થશે.'

'હા પ્રભુ ! પ્રત્યેક પરિસ્થિતિમાં તમારો પ્રેમ મારે માટે આશીર્વાદરૂપ  હશે . એટલેજ હું ઊભો છું.'

'ત્યારે તારો જરૂર સ્વીકાર થશે, તું મારો થશે !'

શ્રી યોગેશ્વરજી

-------

(શ્રી યોગેશ્વરજી રચિત 'અનંત સૂર' માંથી )

 

 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer