અંતરના અંતરતમમાં પ્રસ્ફુટિત મંજુલ રવ

 

 

અનંત સૂર

 

 આત્માને અલંકૃત કરનારી પ્રેરણાદાયી રચનાઓ

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITAMAHABHARAT | RAMAYAN | SARAL GITA | UPANISHAD | MORE >>

 

તું જ સર્વ કાંઈ

     
   
< BACK

અનંત સૂર

NEXT >
 

તારી આંખમાં જ ગંગા છે, મનના મેલ ધોવા બીજે કયાં જઉં‎ ?

તું સ્નેહની મૂર્તિ છે; સ્નેહની શોધ કરવા બીજે કયાં જઉં ?

તારામાં આખું જગત છે; તું આખા જગતમાં છે; જગતમાં બીજે કયાં જઉં ?

તું પ્રેમની પ્યાલી છે, શાન્તિની દેવી છે; પ્રેમ ને શાન્તિની શોધ કરવા બીજે કયાં જઉં ?

ખરેખર, તું એવી પ્યાલી છે, જેનું પાન કરવાથી જન્મમરણની પાર પહોંચાય છે.

 

આટલો બધો પ્રેમ પ્રકટવાનું કારણ ? છટ, એ પ્રશ્ન નકામો છે; હું એ નહિ પૂછું. એ શબ્દો અસ્થાને છે. સરિતા જેમ સાગર પ્રત્યે વહે છે, તેમ હું પણ તારા હૃદય પ્રત્યે વહ્યા વિના નથી રહી શકતો.

 

છતાં મેં કહ્યું હતું, ને તારા પ્રેમનો પ્રવાહ જ એવો છે, કે હૃદયની મલિનતા ત્યાં રહી શકતી નથી; ક્ષુલ્લક વિચારો ત્યાંથી નાસી જાય છે, ને એમાં સ્નાન કરવાથી પાવન થવાય છે.

 

નાક શા માટે પકડવું જોઈએ તે સમજાતું નથી. જપ શા માટે કરવા જોઈએ તે પણ કળાતું નથી. આંખને બંધ કરવાની પણ શી જરૂર છે ? આંસુની આરપાર સ્મિત કરનારી તારી મૂર્તિને જોવી એ જ એક સાધના છે.

 

તું મારી સાધના છે; સાધનાની શોધમાં કયાં જઉં ?

 

તું મારી સિદ્ધિ ને મુક્તિ છે; સિદ્ધિ ને મુક્તિને મેળવવા, તું જ કહે કે બીજે કયાં જઉં ?

શ્રી યોગેશ્વરજી

-------

(શ્રી યોગેશ્વરજી રચિત 'અનંત સૂર' માંથી )

 

 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer