અંતરના અંતરતમમાં પ્રસ્ફુટિત મંજુલ રવ

 

 

અનંત સૂર

 

 આત્માને અલંકૃત કરનારી પ્રેરણાદાયી રચનાઓ

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITAMAHABHARAT | RAMAYAN | SARAL GITA | UPANISHAD | MORE >>

 

પ્રેમદેવતાનું દર્શન

     
   
< BACK

અનંત સૂર

NEXT >
 

પ્રેમની અપાર આનંદોર્મિમાં હું મારાં અનેકવિધ ગીત ગાતાં ફરતો હતો, ને પુષ્પે પુષ્પે ને વૃક્ષે વૃક્ષે એ દેવતાનું દર્શન કરવા પ્રયાસ કરતો હતો.

 

રોજ રોજ મંદિરમાં જવાનો મારો નિયમ હતો, ને અનેક પ્રકારની નિયમિત પૂજાવિધિમાં મારો સમય પસાર થતો. પ્રેમના પરમ દેવતાના દર્શન માટે જ મારો પ્રયાસ હતો. ને એથી જ હું એવી સાધના કરતો હતો.

 

રાતોની રાત સાગરના પેલા એકાંત તટ-પ્રદેશમાં પસાર કરતો, ને તારાગણના ઊંડા અંતરમાં પણ તેના મુખનું મધુ માણવા મહેનત કરતો. ખરેખર, મારો પ્રયાસ ઘણો જ દયાજનક હતો.

 

ને તે રાતે, એ એકાંત સાગરતટે, મેં પ્રેમનું ગીત ગાયું, ને તેને સાંભળી ચૂકેલા પેલા પ્રેમીએ મને એની આંખ જોવાનું કહ્યું; ત્યારે......ત્યારે મેં તેમાં શું જોયું? મને સમજ ના પડી; પણ તેણે કહ્યું: ' આ પ્રેમ.'

 

ને ખરે જ, મેં ત્યાં, એ અનુરાગે અંજાયેલી આંખનાં આંસુમાં, પ્રેમદેવતાનું દર્શન કર્યું. તેનું દર્શન કરવાનું રહસ્ય મને હાથ લાગ્યું.

શ્રી યોગેશ્વરજી

-------

(શ્રી યોગેશ્વરજી રચિત 'અનંત સૂર' માંથી )

 

 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer