અંતરના અંતરતમમાં પ્રસ્ફુટિત મંજુલ રવ

 

 

અનંત સૂર

 

 આત્માને અલંકૃત કરનારી પ્રેરણાદાયી રચનાઓ

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITAMAHABHARAT | RAMAYAN | SARAL GITA | UPANISHAD | MORE >>

 

બીલીપત્રની પૂજા

     
   
< BACK

અનંત સૂર

NEXT >
 

આજે પણ પ્રભાતના પ્રથમ પ્રહરમાં જ મેં મંદિરની મુલાકાત લીધી. વિદ્વાનો ને આરાધકો અનેકની સંખ્યામાં બેઠા હતા. શિવલિંગની આસપાસ એમના વેદપાઠ ચાલતા ને કયાંક કયાંક મહિમ્નસ્તોત્રના શ્ર્લોક પણ સંભળાતા.

 

તપસ્વીના તપના ફળ જેવા દીપક પણ પ્રકટી ચૂક્યા હતા. બીલીપત્ર પણ મૂર્તિ પર અસંખ્યની સંખ્યામાં છવાયેલાં હતાં. આજે પર્વદિવસ હતો, ને એટલે જ પૂજાનો આવો વૈભવ.

 

બીલીપત્ર ચઢાવનારા પંડિતપ્રવરે મારા હાથમાં બીલીપત્ર આપતાં કહ્યુ, 'છૂટે હાથે ચઢાવાય તેટલાં પત્રો ચઢાવો ને પ્રભુને પ્રસન્ન કરો ! સવાલાખ પત્રોને ચઢાવવાનો મારો મનોરથ મેં હજી હમણાં જ પૂરો કર્યો. તમે પણ ચઢાવો!'

 

એકાદ - બે બીલીપત્રને એમના હાથમાથી ગ્રહણ કરતાં મેં કહ્યું, 'એકાદને સમર્પિત કરી શકું - પ્રભુને એથી અલંકૃત કરી શકું - તોપણ ઘણું છે.'

 

પંડિતને મારી વાતની સમજ ના પડી. પણ પાસે ઊભેલા માર્મિક તત્વજ્ઞે કહ્યું, 'સાચું છે. એમાંથી એકાદ પત્ર, એકાદ પાંખડી પણ, પ્રભુ સ્વીકારે એવી રીતે ચઢાવાય, એકાદ આંસુ પણ જો એ અવસ્થામાં ચઢાવાય, તોપણ ઘણું છે, ખરેખર ઘણું છે.'

શ્રી યોગેશ્વરજી

-------

(શ્રી યોગેશ્વરજી રચિત 'અનંત સૂર' માંથી )

 

 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer