અંતરના અંતરતમમાં પ્રસ્ફુટિત મંજુલ રવ

 

 

અનંત સૂર

 

 આત્માને અલંકૃત કરનારી પ્રેરણાદાયી રચનાઓ

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITAMAHABHARAT | RAMAYAN | SARAL GITA | UPANISHAD | MORE >>

 

ઈશ્વર પાસે શું માગે ?

     
   
< BACK

અનંત સૂર

NEXT >
 

'ઈશ્વર તારી પાસે પ્રકટ થાય ને તને વરદાન આપવાની કામના કરે તો તું શું માગે ? શું તું મુક્તિ માગે ?'

'ના ના, મુક્તિ નહિ.'

'તો શું સ્વર્ગ માગે ?'

'ના, સ્વર્ગ પણ નહિ.'

'તો શું વૈભવની ઈચ્છા પ્રદર્શિત કરે ?'

'વૈભવની ઈચ્છા પણ નહિ.'

'તો શું કાંઈ જ ના માગે ? તો તો એને ખોટું લાગે.'

'હું તો એ જ માગું કે હે નાથ, ઋષિમુનિની જે પવિત્ર જનનીને આજ સુધી બંધનમાં બંધાયલી ને દુઃખી રાખી છે, તેને સ્વતંત્ર ને સુખી કરી દો !'

'ને તે જો ના કહે તો ?....'

'તો હું કહું કે મારી રહી સહી સાધના કે તપશ્ચર્યાને તેને બદલે લઈ લો.'

'ને તે છતાં તે એને અવગણે તો ?...'

'તો હું કહું કે હે નાથ, કૃપા કરીને મારી દ્રષ્ટિથી દૂર હઠો !'

 

પિતા ને તપસ્વી પુત્રનો એ સંવાદ શરદઋતુની એક સવારે મેં ગંગાતટના એક આશ્રમમાં સાંભળ્યો હતો. દેશની સ્વતંત્રતાના મોટા ભાગના સૈનિકો ત્યારે જેલમાં હતા. પણ એ સંવાદને સાંભળ્યા પછી દેશને સ્વતંત્ર થતાં વાર નહિ લાગે તેની મને ખાતરી થઈ, ખરેખર, ખાતરી થઈ.

શ્રી યોગેશ્વરજી

-------

(શ્રી યોગેશ્વરજી રચિત 'અનંત સૂર' માંથી )

 

 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer