અંતરના અંતરતમમાં પ્રસ્ફુટિત મંજુલ રવ

 

 

અનંત સૂર

 

 આત્માને અલંકૃત કરનારી પ્રેરણાદાયી રચનાઓ

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITAMAHABHARAT | RAMAYAN | SARAL GITA | UPANISHAD | MORE >>

 

ત્યારથી તારો થયો છું

     
   
< BACK

અનંત સૂર

NEXT >
 

સાગરના તટ પરની તે સુરતાછલી સાંજે તેં મારી આંખમાં અમૃત રેડ્યું, ત્યારથી હું તારો થયો છું; તે પહેલાંથી હું તારો હતો.

 

અંધકારભરી અમાસની રમણીય રાત્રિએ તારક તારકમાંથી તેં સંદેશ દીધો, ત્યારથી હું તારો થયો છું; તે પહેલાંથી હું તારો હતો.

 

એકાંત ઉદ્યાનના પેલા ફોરમભર્યા ફૂલમાં પ્રકટ થઈને તેં તારું નૂર બતાવ્યું, ત્યારથી હું તારો થયો છું; તે પહેલાંથી હું તારો હતો.

 

વૈશાખના ખરા બપોરે, ધીખતા તાપમાં, પરસેવે પલળતા પેલા વૃદ્ધના રૂપમાં મને દર્શન દીધું, ત્યારથી હું તારો થયો છું; તે પહેલાંથી હું તારો હતો.

 

તે ઉન્મત્ત ઉષાએ, પેલી ઉષામુખી કુમારિકામાં તેં મારા કપોલને સ્મિત સાથે સ્પર્શ કર્યો, ત્યારથી હું તારો થયો છું; તે પહેલાંથી હું તારો હતો.

 

સાગરનાં શિશુ જેવા તરંગોમાં મારા ચરણને વીંટળાઈ વળી તેં મારી પૂજા કરી, ત્યારથી હું તારો થયો છું; તે પહેલાંથી હું તારો હતો.

શ્રી યોગેશ્વરજી

-------

(શ્રી યોગેશ્વરજી રચિત 'અનંત સૂર' માંથી )

 

 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer