અંતરના અંતરતમમાં પ્રસ્ફુટિત મંજુલ રવ

 

 

અનંત સૂર

 

 આત્માને અલંકૃત કરનારી પ્રેરણાદાયી રચનાઓ

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITAMAHABHARAT | RAMAYAN | SARAL GITA | UPANISHAD | MORE >>

 

હજારો ગ્રંથ

     
   
< BACK

અનંત સૂર

NEXT >
 

ગગનમાં ગડગડાટ થાય છે, ને પાછાં દૂધ જેવા ધોળાં વાદળ છવાઈ જાય છે; તેની સાથે વાત કરતું કોઈક પંખી આમતેમ ઊડયા કરે છે; ત્યારે મને પુસ્તક બાજુએ મૂકવા દે; હજારો ગ્રંથ તેં મારે માટે ઉઘાડા મૂકયા છે.

 

રૂપેરી પાનીવાળી વીજળી, વાદળની વચ્ચે કૂદ્યા કરે છે, ને રમતના રસિયા એવા છૂપા તારલિયા તાળી પાડે છે; ત્યારે મને પુસ્તક બાજુએ મૂકવા દે; હજારો ગ્રંથ તેં મારે માટે ઉઘાડા મૂકયા છે.

 

તારું હૃદય આખરે દ્રવી ઊઠે છે ને વરસાદની અનંત ધારામાં કરોડો કરને ફેલાવતાં, તું મારા પર પ્રેમ દર્શાવે છે; ; ત્યારે મને પુસ્તક બાજુએ મૂકવા દે; હજારો ગ્રંથ તેં મારે માટે ઉઘાડા મૂકયા છે.

 

આ ખુલ્લા મેદાનમાં, પવનની પાંખ પર બેસીને, તું પ્રસરી રહ્યો છે, ને ઉદ્યાનનાં ફૂલોમાં બિન્દુ બનીને બેઠો છે. આકાશની ઉષામાં તારું હૈયું ખોલીને તું રમી રહ્યો છે; ત્યારે મને પુસ્તક બાજુએ મૂકવા દે; હજારો ગ્રંથ તેં મારે માટે ઉઘાડા મૂકયા છે.

 

પાંપણ પર પ્રેમનો પ્રસાર કરીને  આ આનંદી બાળકના રૂપમાં તું મારી સોડમાં સૂતો છે, ત્યારે મને પુસ્તક બાજુમાં મૂકવા દે; હજારો ગ્રંથ તેં મારે માટે ઉઘાડા મૂકયા છે

 

ને આ ઝરણ તો જો ! ધીરું ધીરું ગીત ગાતાં તું એમાં વહી રહ્યો છે, મને વહેવા બોલાવી રહ્યો છે; ત્યારે મને પુસ્તક બાજુએ મૂકવા દે; હજારો ગ્રંથ તેં મારે માટે ઉઘાડા મૂકયા છે.

શ્રી યોગેશ્વરજી

-------

(શ્રી યોગેશ્વરજી રચિત 'અનંત સૂર' માંથી )

 

 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer