અંતરના અંતરતમમાં પ્રસ્ફુટિત મંજુલ રવ

 

 

અનંત સૂર

 

 આત્માને અલંકૃત કરનારી પ્રેરણાદાયી રચનાઓ

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITAMAHABHARAT | RAMAYAN | SARAL GITA | UPANISHAD | MORE >>

 

ઝરણમાંથી જ જવાનું

     
   
< BACK

અનંત સૂર

NEXT >
 

કેકારવ ને કળા કરતા કમનીય કલાપીની પાંખમાંથી તારો પુરાણો પરિચય આપતાં તું મારા હૈયાને હલાવી નાખે છે, ત્યારે મને જરીક હસવું આવે છે: તને ખોળવા માટે મેં ડુંગરો, જંગલો ને ખેતરો ખૂંદેલા !

 

કુમુદ કરતાંયે વધારે કોમલ ને કલાત્મક કેલિ કરતી આ કુમારીની આંખમાંથી તું મને આલિંગન માટે આમંત્રણ આપે છે ને એના પ્રાણમાંથી પ્રેમનો પાવન પ્રવાહ બનીને - પ્રેમની પાવડી પર પધારીને - મને પાવન કરવાનો પ્રયાસ કરે છે, ત્યારે મને જરાક હસવું આવે છે: તને ખોળવા માટે મેં ડુંગરો, જંગલો ને ખેતરો ખૂંદેલા !

 

પંખીની સુમધુર સૂરાવલિમાં સ્નેહના સંદેશા કહી બતાવે છે, ને મિત્રોની ઉમંગભરી આંખમાંથી મારી અમૃતઆંજેલી આંખમાં વહી રહે છે, ત્યારે મને જરાક હસવું આવે છે: તને ખોળવા માટે મેં ડુંગરો, જંગલો ને ખેતરો ખૂંદેલા !

 

ઉપવનના આ રંગબેરંગી ફૂવારાનાં ઝીણા જલબિંદુમાં તારા સ્નેહનું સનાતન સંગીત સંભળાવતાં મને સ્પર્શ કરે છે, ને આ કુસુમોમાં કામણ કરતાં, જળની ધારામાં કિલ્લોલ કરતાં, મારી સામે તારા શાશ્વત સ્વરૂપને પ્રકટ કરે છે, ત્યારે મને જરાક હસવું આવે છે: તને ખોળવા માટે મેં ડુંગરો, જંગલો ને ખેતરો ખૂંદેલા!

 

મારે ઝરણમાંથી જ જવાનું હતું, પણ મેં સાગરનાં સ્વપ્નાં સેવેલાં !

શ્રી યોગેશ્વરજી

-------

(શ્રી યોગેશ્વરજી રચિત 'અનંત સૂર' માંથી )

 

 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer