અંતરના અંતરતમમાં પ્રસ્ફુટિત મંજુલ રવ

 

 

અનંત સૂર

 

 આત્માને અલંકૃત કરનારી પ્રેરણાદાયી રચનાઓ

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITAMAHABHARAT | RAMAYAN | SARAL GITA | UPANISHAD | MORE >>

 

ભેદાનુભવ

     
   
< BACK

અનંત સૂર

NEXT >
 

તારી કૃપાનું એક જ બિંદુ પડ્યું ને મારી જન્મોજન્મની તૃષા ટળી ગઈ.

 

તારા પ્રકાશનું એક જ રશ્મિ છૂટયું ને મારી યુગયુગની અંધારપૂંજી જલી ગઈ.

 

તારા સૌન્દર્યની એક જ છાયા પડી ને મારી કુરૂપતા ઊડી ગઈ.

 

તારા રૂપની એક જ રજ પડી ને મારી વિરૂપતા મટી ગઈ.

 

તારી દ્રષ્ટિની એક જ રેખા પડી ને મારી વિહવળતા જતી રહી.

 

તારી અમીદ્રષ્ટિનું એક જ બિન્દુ પડ્યું ને મારી જુગજૂની તૃષા ટળી ગઈ.

 

આજે મેં એ ભેદ જાણ્યો કે તારી કૃપાના ક્ષીરસાગરમાં સાધનાની સર્વે સરિતા સરી જાય છે, તારી કરુણાના મહાજલમાં ભજનજલના બધા જ ભંડાર ભળી જાય છે.

શ્રી યોગેશ્વરજી

-------

(શ્રી યોગેશ્વરજી રચિત 'અનંત સૂર' માંથી )

 

 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer