અંતરના અંતરતમમાં પ્રસ્ફુટિત મંજુલ રવ

 

 

અનંત સૂર

 

 આત્માને અલંકૃત કરનારી પ્રેરણાદાયી રચનાઓ

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITAMAHABHARAT | RAMAYAN | SARAL GITA | UPANISHAD | MORE >>

 

પ્રેમની અનેરી કથા

     
   
< BACK

અનંત સૂર

NEXT >
 

તારું સુંદર રૂપ !

 

કરોડો સૂર્ય કે ચંદ્રમાનો પ્રકાશ જેના કિરણના એક સહસ્ત્રાંશ માત્રનું જ પરિણામ છે; ને જેની છાયાના એક લક્ષાંશને લીધે જ સૃષ્ટિમાં સૌન્દર્યનું ગૌરવ છે !

 

અહો તારાં ચરણકમલ !

 

જેની ગુલાબીની છાયામાત્ર આ ઉષાની શોભાનું ઉગમસ્થાન છે, ને જેની ચમકતી રેખામાં આ પરિમલધારી પુષ્પોની પ્રેરણા છે;

 

જેની લાલીની રજમાત્રથી જ સુંદરીઓ સુશોભિત બની છે, ને જેની મનોહરતાની છાયા જ સૌમાં આકર્ષણ બનીને વસી રહી છે;

 

આવી તું મને જોતાવેંત ભાન ભૂલી ગઈ, મારી પાછળ મુગ્ધ થઈને મને મુગ્ધ કરી ગઈ, ને મારે માટે પ્રેમની પ્યાલી બની ગઈ, એ આપણી કેવી અનેરી પ્રેમકથા છે !

શ્રી યોગેશ્વરજી

-------

(શ્રી યોગેશ્વરજી રચિત 'અનંત સૂર' માંથી )

 

 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer