અંતરના અંતરતમમાં પ્રસ્ફુટિત મંજુલ રવ

 

 

અનંત સૂર

 

 આત્માને અલંકૃત કરનારી પ્રેરણાદાયી રચનાઓ

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITAMAHABHARAT | RAMAYAN | SARAL GITA | UPANISHAD | MORE >>

 

બધું જ ભુલાવી દે

     
   
< BACK

અનંત સૂર

NEXT >
 

હું તો એમ જ કહું છું કે શાસ્ત્રોનો ભાર તું મારા મસ્તક પરથી ઉતારી દે !

 

કદાચ હું વેદના મંત્રો ને ઉપનિષદનાં રત્નો પણ સદાને માટે વીસરી જઉં; ગીતાનાં ગૌરવ જેવાં વાક્યો પણ વીસરી જઉં, ને જે જે જાણ્યું, વાંચ્યું કે સાંભળ્યું છે તે સઘળું ભૂલી જઉં.

 

હા, વિસ્મરણ એ જ મારી ભિક્ષા થશે; તારી પાસે હું આજે આ ભિક્ષા માગી રહ્યો છું.

 

મારા વાસ્તવિક પ્રામાણિક પ્રેમને પ્રકટ કરવો હોય તો મારું બધુંય ભુલાવી દે. જગતનું ભાન પણ ભલે ના રહે....! આંખ, અંતર ને અંગેઅંગમાં એક તારી જ મૂર્તિને રાખી દે; બીજું બધું જ ભલે ભુલાવી દે!

 

હું તો એમ જ કહું છું કે શાસ્ત્રોનો ભાર તું મારા મસ્તક પરથી ઉતારી દે; તારા વિનાનું બીજું બધું જ ભુલાવી દે.

શ્રી યોગેશ્વરજી

-------

(શ્રી યોગેશ્વરજી રચિત 'અનંત સૂર' માંથી )

 

 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer