અંતરના અંતરતમમાં પ્રસ્ફુટિત મંજુલ રવ

 

 

અનંત સૂર

 

 આત્માને અલંકૃત કરનારી પ્રેરણાદાયી રચનાઓ

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITAMAHABHARAT | RAMAYAN | SARAL GITA | UPANISHAD | MORE >>

 

સાધનાની સમાપ્તિ

     
   
< BACK

અનંત સૂર

NEXT >
 

આજ સુધી હું તને સમજી શક્યો ન હતો, ને એટલે જ તારે માટે યોગ્યતા મેળવવા મહેલ મૂકીને વનની વિજન વાટે ચાલી નીકળેલો.

 

આજ સુધી હું તને સમજી શક્યો ન હતો, ને એટલે જ તારા પ્રેમનું પાત્ર બનવા ને તારી કૃપાથી કૃતાર્થ થવા ગહન ગિરિપ્રદેશની ગુફામાં છુપાઈ રહેલો.

 

આજ સુધી હું તારો પવિત્ર પ્રેમ જાણી શક્યો નહતો, તારું રહસ્ય સમજી શક્યો ન હતો, ને એટલે જ યોગ ને જ્ઞાન તથા ઉપાસના ને ભક્તિ-તપની અટપટી ગલીઓમાં ગૂંચવાઈ ગયેલો.

 

પણ આજ તને જાણી શક્યો, ને ત્યારે જ સમજ્યો કે તારે માટેના મર્મભેદક મૂક પોકારમાં જ સર્વ કાંઈ સમાઈ જાય છે, સર્વે સાધન સમાપ્ત થાય છે.

શ્રી યોગેશ્વરજી

-------

(શ્રી યોગેશ્વરજી રચિત 'અનંત સૂર' માંથી )

 

 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer